ગેજેટ ડેસ્કઃ કોઈ પણ વિષય માટેની માહિતી લેવા માટે ગૂગલ સર્ચ કરવું એ સામાન્ય વાત બની ગઈ છે. ગૂગલ સર્ચમાં 9 ડિસેમ્બરથી 16 ડિસેમ્બરના સમયગાળમાં CAB (સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ), NRC (નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન) અમે જામિયા મિલિયા ઇસ્લામિયા અને ગૃહમંત્રી અમિત શાહ સામેલ છે. પડોશી દેશ પાકિસ્તાનમાં અમિત શાહને વધારે સર્ચ કરવામાં આવ્યા છે.
સૌથી વધારે ‘CAB’ કી-વર્ડ સર્ચ થયો

- છેલ્લાં 7 દિવસોના આંકડાઓથી માલુમ પડે છે કે 31 પોઇન્ટ સાથે સૌથી વધારે ‘CAB’ને સર્ચ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ‘NRC’ (30 પોઇન્ટ), અમિત શાહ (7 પોઇન્ટ) અને JNU (3 પોઇન્ટ)ને સર્ચ કરવામાં આવ્યાં છે.
- 10 ડિસેમ્બરે CABના સર્ચિંગમાં 97 પોઇન્ટ અને 11 ડિસેમ્બરે 100 પોઇન્ટ છે. CABને 10 ડિસેમ્બરે લોકસભામાં અને 11 ડિસેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
- 15 ડિસેમ્બરે NRCનું સર્ચિંગ 83 પોઇન્ટ પર હતું.
- 16 ડિસેમ્બરે બપોરે 12:30 વાગ્યા સુધી જામિયા મિલિયા ઇસ્લામિયા સર્ચિંગમાં 100 પોઇન્ટ સાથે ટોપ પર રહ્યું હતું.
પાકિસ્તાનમાં અમિત શાહને સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યા

- દુનિયાભરના આંકડાઓને જોઈને માલુમ પડ્યું કે ગત 7 દિવસોમાં સૌથી વધારે NRC સર્ચ કરવામાં આવ્યું હતું. 16 ડિસેમ્બરે NRCનું સર્ચિંગ 99 પોઇન્ટ પર પહોંચ્યું હતું.
- ઓસ્ટ્રેલિયામાં દેશમાં CABનું સૌથી વધારે સર્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સિંગાપુર, પાકિસ્તાન, કેનેડા અને અમેરિકામાં તેનું સર્ચ કરવામાં આવ્યું. સાઉદી અરેબિયા, કતર, UAE અને જર્મનીમાં NRCને સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું.
- ગૃહ મંત્રી અમિતશાહને છેલ્લા 7 દિવસમાં પાકિસ્તાનમાં સૌથી વધારે 57% સર્ચ કરવામા આવ્યા છે. ત્યારબાદ યુનાઇટેડ કિંગ્ડમ, કતર, સિંગાપુર અને UAE માં સર્ચ કરવામા આવ્યા છે.
યુઝર્સે CAB માટે પૂછેલા પ્રશ્નો

- સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ 2019
- સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ શું છે
- ભારતમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ બિલ
યુઝર્સે NRC માટે પૂછેલા પ્રશ્નો
- NRC શું છે
- CAAનું ફુલ ફોર્મ શું છે
- જામિયા
- CAB અને NRC શું છે
- caa
યુઝર્સે JNU માટે પૂછેલા પ્રશ્નો

- જામિયા પ્રોટેસ્ટ
- CAB શું છે
- જામિયા મિલિયા ઇસ્લામિયા પ્રોટેસ્ટ
- સિટિઝનશિપ એક્ટ
- CAB બિલનો મતલબ
યુઝર્સે અમિત શાહ માટે પૂછેલા પ્રશ્નો

- અમિત શાહ સેંક્શન (પ્રતિબંધ)
- યુએસ સેંક્શન ઓન અમિત શાહ
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RWgEDf
No comments:
Post a Comment