ગેજેટ ડેસ્કઃ અમેરિકન સોશિયલ મીડિયા જાયન્ટ કંપની ફેસબુક હવે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ બનાવશે. કંપનીના અપકમિંગ સ્માર્ટ ડિવાઇસિસ માટે ગૂગલ અને એપલ સહિતની કંપનીઓ પર નિર્ભર ન રહેવું પડે તે માટે ફેસબુકે આ નિર્ણય કર્યો છે. આ ઓપરેટિંગ સિસ્ટમ કંપનીની અપકમિંગ પ્રોડક્ટ AR (ઓગમેન્ટેડ રિયાલિટી) ગ્લાસ સહિતની પ્રોડક્ટ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.
ફેસબુકે ઇનબિલ્ટ સોફ્ટવેર ધરાવતાં ઓગમેન્ટેડ રિયાલિટી ગ્લાસનો પ્લાન રજૂ કર્યો છે. જોકે કંપની આ પ્રોડક્ટને લાંબા સમય પછી લોન્ચ કરશે.
ફેસબુકના હાર્ડવેર હેડ એન્ડ્રુ બોસવર્થના જણાવ્યા અનુસાર, ‘અમારી નેક્સ્ટ જનરેશન પ્રોડક્ટ્સ માટે માર્કેટપ્લેસ અને સ્પર્ધકો પર વિશ્વાસ રાખી શકતા નથી. તેથી અમે જાતે ઓપરેટિંગ સિસ્ટમ બનાવીશું.’
ફેસબુક કંપની વર્ષોથી ગૂગલ અને એપલ કંપનીઓ પર તેની નિર્ભરતાને ઓછી કરવાના પ્રયાસ કરી રહી છે. કંપનીએ પહેલાં પોતાનો ફોન બનાવવાનો પ્રયાસ કર્યો અને HTC CORP. માટે સોફ્ટવેર લેયર બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે બંને પ્રોજેક્ટમાં ફેસબુક કંપની અસફળ રહી હતી.
ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીના કેટલાક નિષ્ણાતો અને ફેસબુકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર માર્ક ઝકરબર્ગનું માનવું છે કે AR ગ્લાસ એક દિવસ મોબાઈલ ફોનનું સ્થાન લઇ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36OnsXM
No comments:
Post a Comment