Monday, 16 December 2019

ગૂગલ ક્રોમની નવી અપડેટમાં બગને લીધે તમારા મોબાઈલનો ડેટા ડિલીટ થઈ શકે છે

ગેજેટ ડેસ્કઃ દિગ્ગ્જ ટેક કંપની ગૂગલનું ક્રોમ બ્રાઉઝર સર્ચિંગ માટે સૌથી પોપ્યૂલર છે. થોડાં દિવસ પહેલાં જ ક્રોમમાં ‘Chrome 79’ની અપડેટ આવી હતી. હવે કંપનીએ આ અપડેટ પર રોક લગાવી છે. નવી અપડેટમાં એક બગને લીધે કંપનીએ હવે આ અપડેટ પર રોક લગાવી છે.

‘Chrome 79’ના બગને લીધે યુઝરના સ્માર્ટફોનનો ડેટા ડિલીટ થઈ રહ્યો છે સાથે જ મોબાઈલ એપ્સ આપમેળે રીસેટ થઈ જાય છે. ગૂગલના ડેવલપર્સ દ્વારા આ બગને સ્વીકારવામાં આવ્યો છે.
સ્માર્ટફોનમાં ઉપયોગમાં લેવાતી એપ્લિકેશનમાં વેબ પેજ સાથે લોગ-ઈન કરવામાં આવે છે. જે સ્માર્ટફોનમાં રેડરિંગ કેપેસિટી નથી હોતી તે લોગ-ઈન માટે ક્રોમનાં માધ્યમનો ઉપયોગ કરે છે. તેને ‘WebView’ કહેવામાં આવે છે.

મોબાઈલ એપનો ડેટા લોકલ સ્ટોરેજ અને WebSQL અંતર્ગત સ્ટોર થાય છે. મોબાઈલ એપની અંદર વેબ વ્યૂ કમ્પોનન્ટ જોવા મળે છે, જે Chromeનું એક વર્ઝન છે. તેથી Chromeની નવી

અપડેટમાં રહેલાં બગને લીધે યુઝરની વિવિધ એપ્લિકેશનમાં સ્ટોર કરેલો ડેટા રીસેટ થઈ જાય છે.

ગૂગલ કંપનીના ડેવલપર્સ આ બગને હટાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. જોકે આ બગને લીધે કેટલા યુઝર પ્રભાવિત થયા છે તેનો કોઈ ચોક્કસ આંકડો સામે આવ્યો નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
A bug in the latest update to Google Chrome may cause your mobile data to be deleted


from Divya Bhaskar https://ift.tt/2RWhksr

No comments:

Post a Comment