Thursday, 20 February 2020

વિશ્વભરમાં સેમસંગના કેટલાક ગેલેક્સી ડિવાઇસના યુઝર્સને ‘1’ નોટિફિકેશન મળી

ગેજેટ ડેસ્કઃ સેમસંગના ગેલેક્સી ડિવાઇસ ધરાવતા કેટલાક યુઝર્સ માટે એક નોટિફિકેશન રહસ્ય અને ચર્ચાનું વિષય બની છે. આ નોટિફિકેશન સેમસંગના ફાઇન્ડ માય મોબાઈલ એપથી મળી છે. આ અલર્ટ નોટિફિકેશનમાં ‘1’ની નીચે ‘1’ ડિજિટ લખવામાં આવ્યું છે. ઘણા યુઝર્સે સોશિયલ મીડિયા પર આ નોટિફિકેશનની માહિતી શેર કરતા કંપનીએ ટ્વીટ કરી માફી માગી છે.

સેમસંગની ફાઇન્ડ માય મોબાઈલ સર્વિસથી યુઝર તેમના ડિવાઇસને ટ્રેક અને લોક કરી શકે છે. આ સિવાય યુઝર સેમસંગ ક્લાઉડનું બેકઅપ લઇ શકે છે, લોકલ ડેટા ડિલીટ કરી શકે છે અને સેમસંગ પેનો એક્સેસ બ્લોક કરી શકે છે.

સેમસંગ UKના ઓફિશિયલ અકાઉન્ટે ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ અલર્ટ નોટિફિકેશન ઇન્ટર્નલ ટેસ્ટ દરમિયાન કેટલાક ગેલેક્સી યુઝરને પ્રાપ્ત થઈ છે. સાથે જ આ નોટિફિકેશનથી ડિવાઇસને કોઈ જ અસર નહીં થાય તેવું પણ જણાવાયું છે.

આવી જ નોટિફિકેશન અગાઉ વન પ્લસના કેટલાક યુઝર્સને મળી હતી. તેમાં કેટલાક ચાઈનીઝ કેરેક્ટર હતા. આ નોટિફિકેશન સોફ્ટવેર અપડેટમાં ઇન્ટરનેટ ટેસ્ટ ફેલ્યર હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો
Users of Samsung Galaxy devices around the world get '1' notification via find my mobile


from Divya Bhaskar https://ift.tt/2Pbxs75

No comments:

Post a Comment