ગેજેટ ડેસ્કઃ સાઉથ કોરિયન મલ્ટિ નેશનલ કંપની LGએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘LG W10 આલ્ફા’ ભારતમાં લોન્ચ કર્યો છે. ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 8,990 રૂપિયા છે. આ ફોનનાં 2GB+16GB અને 3GB+32GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનનું વેચાણ કંપનીના રિટેલ સ્ટોર પર શરૂ કરવામાં આવ્યું છે. ફોનનું સિંગલ બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનમાં 19:9 આસ્પેક્ટ રેશિયો ધરાવતી રેઇન ડ્રોપ નૉચ ડિસ્પ્લે આપવામાં આવી છે.
સિક્યોરિટી માટે ફોનમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ફેશિયલ અનલોકની સુવિધા આપવામાં આવી છે. ફોનમાં બંને ડ્યુઅલ સિમ 4G LTE સપોર્ટ કરે છે.
વેરિઅન્ટ અને કિંમત
2GB+16GB: 8,990 રૂપિયા
3GB+32GB: 9,999 રૂપિયા
‘LG W10 આલ્ફા’નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 5.7 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ (720x1520 પિક્સલ) |
| OS | એન્ડ્રોઇડ 9 પાઈ |
| પ્રોસેસર | SC9863 ઓક્ટાકોર |
| રેમ | 2GB/3GB |
| સ્ટોરેજ | 16GB/32GB |
| રિઅર કેમેરા | 8MP |
| ફ્રન્ટ કેમેરા | 8MP |
| બેટરી | 3,450mAh |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wsYRuI
No comments:
Post a Comment