ગેજેટ ડેસ્કઃ સ્માર્ટ હોમ, સ્માર્ટ ટીવી સાથે હવે યુઝર્સ સ્માર્ટ ટૂથબ્રશનો પણ ઉપયોગ કરી શકશે. ચાઈનીઝ ટેક કંપનીએ શાઓમીએ મોબાઈલ એપ સાથે કનેક્ટ થતું ઈલેક્ટ્રિક ટૂથબ્રશ ‘T300’ ભારતમાં લોન્ચ કર્યું છે. તેની કિંમત 1,299 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગનાં માધ્યમથી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. 10 માર્ચથી તેનું શિપમેન્ટ શરૂ કરવામાં આવશે. આ બ્રશ મલ્ટિ મોડમાં ડિટેક્શન ટેક્નોલોજી પર કામ કરે છે. બ્રશનું સિંગલ વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.
મોબાઈલ એપ સાથે કનેક્ટ થઈ શકશે
સ્પેનમાં આ ઇલેક્ટ્રિક બ્રશ જુલાઈ, 2018માં લોન્ચ કર્યું હતું, જેની કિંમત 2300 રૂપિયા હતી. ઈલેક્ટ્રિક ટૂથબ્રશમાં મેગ્નેટિક લેવિટેશન સોનિક મોટર છે, તે એન્ટિ કોરોઝન અને મેટલ ફ્રી બ્રશ હેડ સાથે જોડાયેલી છે. યુઝર આ બ્રશને મોબાઈલ એપની સાથે પણ કનેક્ટ કરીને બ્રશ ટાઈમ, બ્રશ સ્ટ્રેન્થ અને અન્ય ઓરલ કેર ફંક્શનને એડજસ્ટ કરી શકશે.
એપમાં યુઝરને બ્રશિંગનો રિપોર્ટ મળશે
ઈલેક્ટ્રિક ટૂથબ્રશ બ્લુટૂથ ક્નેક્ટિવિટીની મદદથી સ્માર્ટફોન સાથે પર કરી શકાશે. મોબાઈલ એપની મદદથી યુઝરને બ્રશિંગનો ડેલી, વિકલી અને મન્થલી રિપોર્ટ પણ મળશે. ટૂથબ્રશમાં 2200 mAhની લિથિયમ આયન બેટરી છે, સિંગલ ચાર્જમાં આ બ્રશ 25 દિવસ સુધી ચાલશે. બ્રશમાં યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ આપ્યો છે. આ બ્રશ IPX7 વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ આપવામાં આવ્યું છે.
બ્રશ પેઢાંનું મસાજ પણ કરશે
કંપનીનો દાવો છે કે, આ હાઈ પ્રેશર દાંતની કેવિટીનો નાશ કરે છે, જેથી પેઢાં સ્વસ્થ રહી શકે. આ બ્રશ માત્ર દાંતમાં ફસાયેલો ખોરાક જ સાફ કરે છે તેવું નથી તે પેઢાંનું મસાજ પણ કરે છે. આ કારણે બ્લીડિંગની સમસ્યા ઊભી નહીં થાય. આ મોઢામાં બ્રશ 6 અલગ-અલગ પોઝિશનમાં દાંતની સાફ-સફાઈ કરશે.
4 મહિના સુધી બ્રશ હેડ કાર્યરત રહેશે
કંપનીના જણાવ્યા અનુસાર, દિવસમાં 2 વાર તેનો ઉપયોગ કરવા પર 4 મહિના સુધી ટૂથ બ્રશ હેડ કાર્યરત રહેશે. રબાદ યુઝર કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી નવું ટૂથ બ્રશ હેડ ઓર્ડર કરી શકશે.
ટૂથ બ્રશમાં 2 મોડ
શાઓમીના આ ટૂથબ્રશમાં સ્ટાન્ડર્ડ મોડ અને જેન્ટલ એમ 2 મોડ આપવામાં આવ્યા છે. ઘરના અલગ અલગ વ્યક્તિ માટે ટૂથ બ્રશનાં આઇડેન્ટિફિકેશન માટે 3 અલગ કલરની રિંગ્સ પણ આપવામાં આવી છે. આ બ્રશમાં યુઝર તેમના ઉપયોગ પ્રમાણે ઇકવીક્લીન ઓટો ટાઇમર (3 સેકન્ડ) અને ઇન્ટેલિજન્ટ ટાઇમર (2 મિનિટ)માંથી કોઈ એકની પસંદગી કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2wz3zHx
No comments:
Post a Comment