ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ ગૂગલે એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમનાં ડેવલપરનોપ્રિવ્યૂ રિલીઝ કર્યોછે. ટેક વેબસાઈટ xdadevelopers ના પોર્ટ મુજબ એન્ડ્રોઇડ 11ને Pixel 2, 3, 3A અને 4 સ્માર્ટફોનમાં ઉપયોગ કરવામાં આવશે. ટેસ્ટિંગમાં ભાગ લેવા માટે યુઝરે સ્માર્ટફોનને ફોર્મેટ કરી એન્ડ્રોઇડ 11 ટેસ્ટિંગને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. પ્રિવ્યૂ પરથી કન્ફર્મ થાય છે કે એન્ડ્રોઇડ 11માં ફોનના સ્ટેટ્સ બારને કલરફુલ બનાવવામાં આવશે.
ફ્લોટિંગ મેસેજ- એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમમાં ફેસબુક મેસેન્જર અને વ્હોટ્સએપ સહિત અનેક એપ્સમાં ફ્લોટિંગ મેસેજની સુવિધા મળશે. તેનાથી યુઝર ઓપન વગર કર્યા અન્ય યુઝરના મસેજનો રિપ્લાય કરી શકશે. જોકે આ સુવિધા કેટલાક સ્માર્ટફોનમાં હાલ કાર્યરત પણ છે.
સ્ક્રીન રેકોર્ડિંગ- આ ફીચર મૉટે ભાગે તમામ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ છે. એન્ડ્રોઇડ 10માં પણ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું પરંતુ હવે તેને એન્ડ્રોઇડ 11માં લોન્ચ કરવામાં આવે તેવી શકયતા છે.
ડાર્ક મોડ- એન્ડ્રોઇડ 10માં જ ડાર્ક મોડ ઉપલબ્ધ છે પરંતુ એન્ડ્રોઇડ 11માં તેનાં નવાં વર્ઝનને લોન્ચ કરવામાં આવશે. આ વર્ઝનમાં ઓટોમેટિક ડાર્ક મોડ આપવામાં આવશે. જોકે યુઝર તેને મેન્યુઅલી પણ સેટ કરી શકશે.
સ્માર્ટબેન્ડની જેમ એન્ડ્રોઇડ 11માં પણ મ્યૂઝિક કન્ટ્રોલ માટે મોશન સેન્સ જેસ્ચર ફીચર આપવામાં આવશે. આ ઓપરેટિંગ સિસ્ટમ પહેલાં ગૂગલ ફોલ્ડેબલ સ્માર્ટફોન અને 5G કનેક્ટિવિટી પણ સપોર્ટ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Pe0Olf
No comments:
Post a Comment