Friday, 21 February 2020

શાઓમી કંપની ટૂંક સમયમાં રિઅલ ટાઈમ ડેટા કલેક્ટ કરતું સ્માર્ટ માસ્ક લોન્ચ કરશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમી ટૂંક સમયમાં તેનું ‘સ્માર્ટ માસ્ક’ ભારતમાં લોન્ચ કરશે. ટેક વેબસાઈટ અબેકસના રિપોર્ટ મુજબ કંપનીએ આ સ્માર્ટ ફેસ માસ્ક માટે અમેરિકાની પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં જૂન 2016માં પેટન્ટ ફાઈલ કરાવી હતી. આ માસ્ક રિઅલ ટાઈમમાં હવાનાં પ્રદૂષણનો ડેટા કલેક્ટ કરી માસ્ક પહેરવાનો સમય, બ્રિધિંગ વોલ્યુમ સહિતની અનેક જાણકારી આપશે.

સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈ શકશે
આ સ્માર્ટ માસ્ક સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈને AQI (એર ક્વોલિટી ઈન્ડેક્ષ) પણ ચેક કરે છે. સ્માર્ટ માસ્કમાં પોલ્યુટન્ટ (પ્રદૂષકો)ફિલ્ટર અને સેન્સર અટેચ કરવામાં આવશે, જે યુઝરને માસ્ક કેટલા સમય સુધી પહેરવો તેની માહિતી આપશે. આ સ્માર્ટ માસ્કની ખાસ વાત એ છે કે તે યુઝરના બ્રિધિંગ પણ કાઉન્ટિંગ કરશે.

માસ્કમાં ઈન બિલ્ટ બેટરી
સ્માર્ટ માસ્કમાં બિલ્ટ ઈન બેટરી એર ફિલ્ટરને પાવર આપશે. માસ્કમાં એકસીલેરોમીટર અને ઝાયરોસ્કોપ સહિતનાં અનેક સેન્સર આપવામાં આવશે. માસ્કમાં મેમરી મોડ્યુલ પણ છે, જે રેકોર્ડ કરેલા ડેટાને સેવ કરે છે. આ ડેટાને અન્ય ડિવાઇસમાં ટ્રાન્સફર પણ કરી શકાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi will soon launch smart mask collecting real time data


from Divya Bhaskar https://ift.tt/2v7fdsL

No comments:

Post a Comment