Friday, 7 February 2020

સેમસંગની અપકમિંગ ઇવેન્ટમાં એન્ડ્રોઇડ પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે, ટ્વિટર પર ટીઝર રિલીઝ થયું

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગની અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ‘Unpacked’ ઇવેન્ટ યોજશે. આ ઇવેન્ટમાં કંપની ગેલેક્સી S20 સિરીઝ લોન્ચ કરશે. આ ઇવેન્ટમાં ગૂગલ ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે ખાસ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે. એન્ડ્રોઇડના ઓફિશલ ટ્વિટર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે.

એન્ડ્રોઇડ દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટ પર સેમસંગના ઓફિશિયલ ટ્વિટરથી રીપ્લાયમાં ‘Saved you a seat! ’ લખવામાં આવ્યું છે. આ ઇવેન્ટમાં ગૂગલ સેમસંગ સાથે મળીને પોતાની કોઈ પ્રોડક્ટ લોન્ચ કરશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર સેમસંગના નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન માટે એન્ડ્રોઇડ નવી ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી શકે છે.

ગેલેક્સી S20 સિરીઝ
આ ઇવેન્ટમાં લોન્ચ થનારા ગેલેક્સીS20 સિરીઝના સ્માર્ટફોન ગેલેક્સી S20, ગેલેક્સી S20+ અને ગેલેક્સી S20 અલ્ટ્રાનાં સ્પેસિફિકેશન લીક થઈ ચૂક્યા છે. લીક થયેલાં સ્પેસિફિકેશન અનુસાર ગેલેક્સી S20 સિરીઝના તમામ સ્માર્ટફોનમાં ‘ગેલેક્સી A51’ જેવું રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. ગેલેક્સી S20માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને ગેલેક્સી S20+ તેમજ ગેલેક્સી S20 અલ્ટ્રામાં 4 રિઅર કેમેરા સેટઅપ મળશે. તમામ સ્માર્ટફોનમાં લંબચોરસ કેમેરા સેટઅપ આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ગેલેક્સી S20 સિરીઝના સ્માર્ટફોન


from Divya Bhaskar https://ift.tt/2Oxk3FZ

No comments:

Post a Comment