ગેજેટ ડેસ્ક: બાર્સેલોનામાં 24થી 27 ફેબ્રુઆરી સુધી યોજાનાર મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ ઇવેન્ટમાં એમેઝોન કંપની ભાગ લેવાની નથી. પીછેહઠ કરવા પાછળનું કારણ કોરોના વાઇરસનો ફેલાવો છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની આ મોટી ઈવેન્ટમાં અંદાજે એક લાખ જેટલા લોકો ભાગ લેશે. કંપનીએ રવિવારે તેના સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, નવા કોરોના વાઇરસના ફેલાવાના કારણે અને સતત વધતા જતા વાઇસરને ધ્યાનમાં રાખીને એમેઝોન મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2020માં ભાગ લેશે નહીં.
મહત્ત્વની વાત એ છે કે આ ઇવેન્ટના પહેલા દિવસે કંપની તેની ક્લાઉડ કમ્પ્યૂટિંગ કંપની AWS સાથે ખાસ હાજરી આપીને કોન્ફરન્સ હોસ્ટ કરવાની હતી. આ ઇવેન્ટમાંથી બાકાત થનાર એમેઝોન પહેલી કંપની નથી. અગાઉ સાઉથ કોરિયાની કંપની LG, સ્વિડિશ કંપની Ericsson અને યુએસની કંપની Nvidia એ આ ઇવેન્ટમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.
GSMA ટેલિકોમ ઇન્ડસ્ટ્રી અસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું કે ઇવેન્ટ નિયત સમય પર જ થશે પણ વધુ સાવચેતી રાખવામાં આવશે. ચીન હુબેઇ વિસ્તારના કોઈ લોકોને આ ઈવેન્ટમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉપરાંત ચીનથી જે વિઝિટર્સ આવશે તેમણે પહેલા સાબિત કરવું પડશે કે તેઓ ઇવેન્ટના બે અઠવાડિયાં પહેલાં ચીનમાં ન હતા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38eGCHj
No comments:
Post a Comment