Monday, 10 February 2020

‘પેરાસાઇટ’ ફિલ્મે ઓસ્કર અવોર્ડ હાંસલ કરતાં જ ભારતીય યુઝર્સે મૂવી ડાઉનડલોડ કરવા માટે ગૂગલ સર્ચ કર્યું

ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા આઈકોનિક ‘કોડક થિયેટર’માં 92મા અકેડેમી અવોર્ડ્સ અર્થાત ‘ઓસ્કર અવોર્ડ્સ’માં દક્ષિણ કોરિયાની ફિલ્મ ‘પેરાસાઇટ’ને બેસ્ટ પિક્ચર અવોર્ડ મળ્યો છે. પ્રથમ નોન ઇંગ્લિશ ફિલ્મની બેસ્ટ પિક્ચર અવોર્ડની જાહેરાત થતાં જ આ ખબર સોશિયલ મીડિયામાં વહેતી થઈ હતી. તેને લીધે ભારતીય યુઝર્સે ગૂગલ પર આ ફિલ્મ કેવી રીતે ડાઉનલોડ કરવી તેનું સર્ચિંગ શરૂ કરી દીધું.


ગૂગલ ટ્રેંડ અનુસાર, ભારતીય યુઝર્સે ટોરેન્ટ સાઈટ ‘પાયરટ બે’ને સર્ચ કરી. આ સાઈટ પર ફિલ્મોનું સર્ચિંગ, ડાઉનડલોડ અને લિંક શેર કરવામાં આવે છે.

રિલેટેડ સર્ચ મુજબ, ઘણા યુઝર્સે નેટફ્લિક્સ-પ્રોડક્શન કંપની, યૂટોરેંટ, પાટરેટ પ્રોક્સી સહિતની અનેક ટોરેન્ટ વેબસાઈટ પર જઈને ‘પેરાસાઇટ’ ફ્લિમ સર્ચ કરી હતી.

પેરાસાઇટ ફિલ્મની સ્ટોરી 2 પરિવાર પર આધારિત છે
આ ફિલ્મના નિર્દેશક બોન્ગ જૂન હો છે. આ ફિલ્મ દક્ષિણ કોરિયાના 2 પરિવારની છે. આ બંને પરિવારમાં 4-4 સભ્યો હોય છે, માતા-પિતા અને ભાઈ-બહેન. શહેરમાં રહેતો 1 પરિવાર ગરીબ હોય છે જયારે એક અમીર હોય છે. બંને પરિવાર જીવનમાં સંઘર્ષ કરતા હોય છે પરંતુ બંનેની જરૂરતો અલગ હોય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indian users search Google to download movie just after 'Parasite' receives Oscar award


from Divya Bhaskar https://ift.tt/2OHo6j4

No comments:

Post a Comment