Monday, 10 February 2020

સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’નું ઓસ્કર અવોર્ડનાં પ્રસારણ દરમિયાન ટીઝર જાહેર થયું

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગ તેના અપકમિંગ ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’ને 11 ફેબ્રુઆરી સાન ફ્રાન્સિસ્કોમાં યોજાનાર એક ઇવેન્ટમાં લોન્ચ કરશે. આ લોન્ચિંગ પહેલાં ઓસ્કર અવોર્ડનાં પ્રસારણ દરમિયાન તેનું ટીઝર જાહેર થયું છે. અમેરિકામાં સ્થાનિક ચેનલ પર ઓસ્કરનાં પ્રસારણ દરમિયાન એડ્વર્ટાઇઝ દરમિયાન ફોનનું ટીઝર જોવા મળ્યું છે. ટેક ટિપસ્ટર ઈશાન અગ્રવાલે ટ્વીટ કરીને માહિતી આપી છે.

જાહેર થયેલાં ટીઝર મુજબ, ફોનમાં પંચ હોલ ડિસ્પ્લે આપવામાં આવશે. ફોનની બેક પેનલમાં 2રિઅર કેમેરા સાથે LED લાઇટ્સ આપવામાં આવશે. ટીઝરમાં ફોનનાં બ્લેક અને પર્પલ વેરિઅન્ટને દર્શાવવામાં આવ્યો છે.

આ સિવાય સેમસંગનાં ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ફોનનાં લોન્ચિંગ વિશે પણ ટ્વીટ કરવામાં આવ્યું છે.

‘ગેલેક્સી Z ફ્લિપ’

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 855+ SoC પ્રોસેસર આપવામાં આવી શકે છે. ફોનનાં 8GB+256GB વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવી શકે છે. ફોનમાં 6.7ઇંચની HD+ ડિસ્પ્લે અને 3,300mAhની બેટરી મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung's Foldable Smartphone 'Galaxy Z Flip' teaser announced during telecast Oscar


from Divya Bhaskar https://ift.tt/2UFz1xC

No comments:

Post a Comment