Sunday, 9 February 2020

સેમસંગ ગેલેક્સી ‘A11’માં હોલ પંચ ડિસ્પ્લે હશે, ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હશે

ગેજેટ ડેસ્ક. સેમસંગ ‘ગેલેક્સી A11’ની તસવીર લીક થઈ છે. આ ફોનની તસવીર બેંચમાર્કિંગ વેબસાઈટ ગીકબેંચ પર જોવા મળી રહી છે. તે ઉપરાંત ગેલેક્સી A11ને વાઈ-ફાઈ એલાયન્સ અને યુએસ સર્ટિફિકેશન વેબસાઈટ ‘ફેડરલ કમ્યુનિકેશન્સ કમીશન’ (FCC)દ્વારા પણ સર્ટિફાઈ કરવામાં આવ્યો છે. હવે ફોનને લઈને એક નવી લીક સામે આવી છે, જેમાં તેની ડિઝાઈનની જાણકારી મળી છે. આ લીકમાં ગેલેક્સી એ11ના ફ્રેમની તસવીર જોવા મળી છે. ફ્રેમની ડિઝાઈનથી જાણી શકાય છે કે, ફોન એક નાના હોલ પંચ ડિસ્પ્લેની સાથે આવશે. આ હોલ પંચ ડિસ્પ્લેની ઉપર ડાબી બાજુ હશે.

સેમસંગ ગેલેક્સી A11ની ફ્રેમ ડિઝાઈનને લઈને આ લીક 91Mobilesએ આપી છે. આ પોસ્ટમાં પબ્લિકેશને દાવો કર્યો છે કે, સેમસંગ ગેલેક્સી A11 5,000થી 6,000mah ક્ષમતાની બેટરી હશે. જો કે, આ જાણકારી US FCC લિસ્ટિંગથી મળતી નથી આવતી. નવા રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ હશે. આ જાણકારી યુએસ FCC લિસ્ટિંગમાં ગેલેક્સી US FCC લિસ્ટિંગ સાથે સંપૂર્ણ રીતે મળતી આવે છે.

સેમસંગ ગેલેક્સી A11ભારતમાં હાલના ગેલેક્સી A10sનું અપગ્રેડ વર્ઝન હશે અને કંપની આ ફોનની કિંમત ઓછામાં ઓછા સેગમેન્ટમાં રાખવાનો પ્રયાસ કરી શકે છે. સ્માર્ટફોન વિશે કેટલીક અફવાઓ વિશે વાત કરીએ તો, ગેલેક્સી A11 સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10ની સાથે આવશે અને તેમાં 32GB સ્ટોરેજ હશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપનીનો આ ફોન OneUI 2.0 સાથે રજૂ કરવામાં આવી શકે છે.

ગીકબેંચ લિસ્ટિંગના પ્રમાણે, સેમસંગ ગેલેક્સી A11માં ક્વાલકોમ સ્નેપડ્રેગન 625 ચિપસેટ આપવામાં આવશે. . તેમાં 2GB રેમ આપવામાં આવશે. જો કે, આ તમામ માહિતીની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Samsung Galaxy 'A11' will have hole punch display, triple rear camera setup


from Divya Bhaskar https://ift.tt/31FltDV

No comments:

Post a Comment