Sunday, 9 February 2020

તમારો ફોન નંબર ટ્રેક તો નથી થઈ રહ્યો ને, આ કોડની મદદથી સ્માર્ટફોન વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકો છો

ગેજેટ ડેસ્ક. ટેક્નોલોજીના આ યુગમાં ઘરમાં જેટલા સભ્યો હોય તે તમામની પાસે સ્માર્ટફોન હોય છે. પરંતુ હવે આ ડિવાઈસની સુરક્ષા યુઝર્સ માટે ચિંતાનો વિષય બની ગઈ છે. કેમ કે, આજકાલ હેકર્સ યુઝર્સના ડિવાઈસને ટ્રેક કરવાથી લઈને ડેટા ચોરી કરવા સુધીનો પ્રયાસ કરે છે. એવામાં આ ચાર કોડ તમારી મદદ કરી શકે છે. સામાન્ય રીતે સ્માર્ટફોન યુઝર્સને એ જાણકારી નથી હોતી કે, તેમનું ડિવાઈસ કોઈ ટ્રેક કરી રહ્યું છે કે અથવા તેમના કોલને બીજે ક્યાંક ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ કોડ તમને તમારા મોબઈલ ટ્રેક થઈ રહ્યો છે નહીં તેના વિશે જાણકારી આપશે.


કોડ *#62#
જ્યારે કોઈ તમને કોલ કરે છે, તો ઘણી વખત તમારો નંબર નો-સર્વિસ અથના નો-આન્સર બોલે છે. ત્યારે આવા કિસ્સામાં તમે ફોનમાં આ કોડ ડાયલ કરીને છો કે, કોઈએ તમારા નંબરને રીડાયરેક્ટ તો નથી કર્યોને તે તપાસી શકો છો. તે ઉપરાંત તમારો નંબર ઓપરેટરના નંબર પર રીડાયરેક્ટ કરવામાં આવે છે.

કોડ *#21#
તમારા ફોનમાં આ કોડને ડાયલ કરવાથી તમે સરળતાથી એ જાણી શકો છો કે, કોઈએ તમારા મેસેજ, કોલ અથવા ડેટાને અન્ય જગ્યાએ ડાઈવર્ટ તો નથી કર્યાને.

કોડ ##002#
આ કોડ સ્માર્ટફોન માટે બહુ ખાસ છે, કેમ કે, તેની મદદથી તમે સરળતાથી તમે કોઈ પણ ફોનની તમામ ફોરવર્ડિંગને ડિ-એક્ટિવ કરી શકો છો. જો તમને એવું લાગે છે કે, તમારો કોલ ડાઇવર્ટ થઈ રહ્યો છે તો તમે આ કોડને ડાયલ કરીને ડાઇવર્ટને સરળતાથી બંધ કરી શકો છો.

કોડ *#*#4636#*#*
આ કોડની મદદથી તમે તમારા ફોન વિશે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે, ફોનમાં કઈ બેટરી છે, વાઈ-ફાઈ કનેક્શન ટેસ્ટ, ફોનનું મોડેલ, રેમ વગેરે. આ કોડને ડાયલ કરવા પર તમારા પૈસા કટ નહીં થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
If your phone number is not being tracking, you can find information about smartphones using this code


from Divya Bhaskar https://ift.tt/39iKyHb

No comments:

Post a Comment