ગેજેટ ડેસ્કઃ ભારતમાં તાજેતરમાં જ સ્વતંત્ર બ્રાન્ડ બનનાર પોકોના સ્માર્ટફોન ‘પોકો X2’નું વેચાણ શરૂ થયું છે. ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટપર ફોન ખરીદી માટે ઉપલબ્ધ છે. કંપનીના બીજા સ્માર્ટફોનને ભારતમાં 4 ફેબ્રુઆરીએ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોન ‘રેડમી k30’ સ્માર્ટફોનનું રીબ્રાન્ડેડ વર્ઝન છે. ફોનનાં 6GB+64GB, 6GB+128GB અને 8GB+256GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર અને એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.ફોનનાં અટલાન્ટિસ બ્લૂ, મેટ્રિક્સ પર્પલ અને ફિનિક્સ રેડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
વેરિઅન્ટ અને કિંમત
6GB+64GB: 15,999 રૂપિયા
6GB+128GB: 16,999 રૂપિયા
8GB+256GB: 19,999 રૂપિયા
ઓફર
ફ્લિપકાર્ટ પર એક્સિસ બેંકનાંક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 5%નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડની ખરીદી પર 1,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આ સિવાય પ્રતિ માસ 1,334 રૂપિયાની ‘નો કોસ્ટ EMI’ની સુવિધા પણ મળી રહી છે.
આ ફોનની ડિસ્પ્લેમાં 120 Hzનો રિફ્રેશ રેટ આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે ફોનમાં પાવર બટન પર ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. ફોનમાં લિક્વીડ કૂલ ટેક્નોલોજી આપવામાં આવી છે, જે ગેમિંગ અને અધર એક્ટિવિટી દરમિયાન ફોનને ગરમ થતો અટકાવશે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G VoLTE, UMTS, GSM, 4G LTE, WCDMA, વાઇફાઇ 802.11 a/b/g/n/ac, બ્લુટૂથ v5.0 અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.
‘પોકો X2’નાં બેઝિક સ્પેસિફિકેશન
|
ડિસ્પ્લેસાઈઝ |
6.67 ઇંચ |
|
ડિસ્પ્લેટાઈપ |
ફુલ HD+ (2400 x 1080 પિક્સલ) |
|
OS |
એન્ડ્રોઇડ 10 |
|
પ્રોસેસર |
ક્વૉલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર |
|
રેમ |
6GB/8GB |
|
સ્ટોરેજ |
64GB/128GB/256GB |
|
રિઅરકેમેરા |
64MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) + 2MP (ડેપ્થ સેન્સર) + 2MP (મેક્રો સેન્સર) |
|
ફ્રન્ટ કેમેરા |
20MP + 2MP |
|
બેટરી |
4500 mAh વિથ 27 વૉટ ફાસ્ટ ચાર્જિંગ |
| વજન | 208 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31Lqvyx
No comments:
Post a Comment