Thursday, 20 February 2020

સેમસંગના ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’નું પ્રિ-બુકિંગ શરૂ થયું, કિંમત ₹ ₹1,09,999

ગેજેટ ડેસ્કઃ કોરિયન ટેક કંપની સેમસંગના બીજા ફોલ્ડેબલ ફોન ‘ગેલેક્સી Z ફ્લિપ’નું પ્રિ-બુકિંગ ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે. આ ફોનને 13 ફેબ્રુઆરીએ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની કિંમત 1,09,999 રૂપિયા છે. કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને કેટલાક સ્ટોરપરથી ફોનનું પ્રિ-બુકિંગ કરાવી શકાશે. કંપની ફોનનું શિપમેન્ટ 26 ફેબ્રુઆરીથી શરૂ કરશે. આ ફોનનાં મિરર પર્પલ, અને મિરર બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને સેમસંગ Exynos 990 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે. ફોનની બેટરી વિથ વાયર એન્ડ વાયરલેસ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

ઓફર
લોન્ચિંગ ઓફર સાથે કંપની એક્સિડેન્ટલ ડેમેજ કવર આપી રહી છે. તેમાં વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ, 24X7 ડેડિકેટેડ કોલ સેન્ટર સપોર્ટ, વન યર સેમસંગ કેર એન્ડ પ્રોટેક્શન, ડિસ્કાઉન્ટ ફી પર વન ટાઈમ સ્ક્રીન ડેમેજ પ્રોટેક્શન સર્વિસ ફોર ઇનર એન્ડ એક્સ્ટર્નલ સ્ક્રીન સામેલ છે. સાથે જ કેટલાક શહેરોમાં ‘નો કોસ્ટ EMI’ અને 4 મહિના સુધી ફ્રી યુટ્યુબ પ્રિમિયમ સબસ્ક્રિપ્શન સહિતની અનેક ઓફર આપવામાં આવી રહી છે.

‘ગેલેક્સી Z ફ્લિપ’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.70 ઈંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ AMOLED (2636x1080 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર સેમસંગ Exynos 990
ફ્રન્ટ કેમેરા 10 MP
રિઅર કેમેરા 12 MP +12 MP
રેમ 8GB
સ્ટોરેજ 256GB
બેટરી 3300mAh
વજન 183 ગ્રામ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pre-booking of Samsung's Foldable smartphone 'Galaxy Z Flip' started, priced at ₹ 1,09,999


from Divya Bhaskar https://ift.tt/2uS2HNL

No comments:

Post a Comment