Friday, 21 February 2020

તમામ આઈફોન બીટા યુઝર્સ હવે વ્હોટ્સએપમાં ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે

ગેજેટ ડેસ્કઃગ્લોબલી એન્ડ્રોઇડ યુઝર્સ માટે વ્હોટ્સએપમાં ડાર્ક મોડ ઉપલબ્ધ છે. આઈફોન યુઝર્સ હજુ પણ તેની રાહ જોઈ રહી છે પરંતુ વ્હોટ્સએપના તમામ બીટા યુઝર્સ હવે ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે. વ્હોટ્સએપ અંગેના સમાચારો પ્રસારિત કરતી ટેક વેબસાઈટ WABetaInfo અનુસાર વ્હોટ્સએપનાં બીટા વર્ઝનમાં v2.20.30.25 નવી અપડેટ આવી છે. આ અપડેટથી તમામ બીટા યુઝર્સ ડાર્ક મોડનો ઉપયોગ કરી શકશે. આ અગાઉની અપડેટમાં કેટલાક બીટા વર્ઝન યુઝર્સ જ તેનો ઉપયોગ કરી શકતા હતા.

ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન સહિત અનેક ફીચર
અપડેટ માટે કંપનીએ ટેસ્ટ ફ્લાઇટ નામનો પ્રોગ્રામ શરૂ કર્યો છે. આ નવી અપડેટમાં ડાર્ક સ્પ્લેશ સ્ક્રીન, ચેટ લિસ્ટ, બબલ્સ સહિતનાં અનેક નવાં ફીચર્સ આપવામાં આવ્યાં છે. ડાર્ક મોડમાં એપનો લોગો પણ ચેન્જ કરવામાં આવ્યો છે.

એડવાન્સ સર્ચ મોડ
આ નવી અપડેટમાં એડવાન્સ સર્ચ મોડનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. તેની મદદથી યુઝર ચેટમાં ટેક્સક્ટ ટાઈપ કરી મેસેજ સર્ચ કરી શકશે. તેના માટે ગ્રીડ અને કેપ્શન વ્યૂ એમ બે ઓપ્શન પણ ઉપલબ્ધ છે. જોકે આ અપડેટ હાંસલ કરવા માટેનો પ્રોગ્રામ હવે ફૂલ થઈ ગયો છે. બીટા વર્ઝનમાં ફરી અપડેટ આવતા ગ્લોબલી સ્ટેબલ વર્ઝનમાં ટૂંક સમયમાં વ્હોટ્સએપમાં ડાર્ક મોડ આવી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
All iPhone beta users will now be able to use Dark Mode in WhatsApp


from Divya Bhaskar https://ift.tt/39Z5gw3

No comments:

Post a Comment