Friday, 21 February 2020

સોની કંપનીએ મલ્ટિ વિન્ડો યુઝર ઈન્ટરફેસ યુક્ત ‘એક્સપિરીયા L4’ સ્માર્ટફોન લોન્ચ કર્યો

ગેજેટ ડેસ્કઃ જાપાનીઝ મલ્ટિ નેશનલ ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સોનીએ ‘એક્સપિરીયા L4’ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને ‘એક્સપિરીયા L3’નાં અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનમાં કંપનીનું મલ્ટિ વિન્ડો યુઝર ઇન્ટરફેસ મળશે. તેનાથી યુઝર એકસાથે 2 એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશે. ફોનને બાર્સિલોનામાં MWC 2019 ઇવેન્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફોનનાં બ્લેક અને બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. જોકે ફોનની કિંમત અને તેનાં વેચાણ વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.

સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G, વાઇફાઇ 802.11, બ્લુટૂથ 5,GPS, USB ટાઈપ-સી અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે.

સોની ‘એક્સપિરીયા L4’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.2 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ HD+ (1680x720 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 9 વિથ મલ્ટિ વિન્ડો UI
પ્રોસેસર ઓક્ટા કોર મીડિયાટેક MT6762
રિઅર કેમેરા 13MP+ 5MP+ 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
રેમ 3GB
સ્ટોરેજ 64GB એક્સપાન્ડેબલ 512GB
બેટરી 3580 mAh
વજન 178 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sony launches Xperia L4 smartphone with multi-window user interface
Sony launches Xperia L4 smartphone with multi-window user interface


from Divya Bhaskar https://ift.tt/2SOIXDL

No comments:

Post a Comment