Friday, 21 February 2020

શાઓમીના અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી K30 પ્રો’માં 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીના અપકમિંગ સ્માર્ટફોન ‘રેડમી K30 પ્રો’માં 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે. ટેક વેબસાઈટ ગિઝમોચાઇનાના એક રિપોર્ટ મુજબ, ‘રેડમી K30’નાં અપગ્રેડેડ વર્ઝનનાં આ ફોનમાં 5G સપોર્ટ અને 33 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ મળશે. આ રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોન માર્ચ મહિનામાં ચીનમાં લોન્ચ થઈ શકે છે.

આ રિપોર્ટ મુજબ સ્માર્ટફોનમાં પૉપ સેલ્ફી કેમેરા અને 4,700mAhની બેટરી મળશે. ચીનમાં લોન્ચ થયેલા ‘રેડમી K30’ ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 765G પ્રોસેસર આપવામાં આવ્યું છે જ્યારે પ્રો વર્ઝનમાં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અપકમિંગ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. તેમાંથી 64MPનો પ્રાઈમરી લેન્સ મળશે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે 108MPનો પ્રાઈમરી લેન્સ મળી શકે છે. જોકે ભારતમાં હજુ ‘રેડમી K30’ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો નથી. તેનાં પ્રો વેરિઅન્ટને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ જાહેરાત કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Xiaomi's upcoming smartphone Redmi K30 Pro gets 33 watts fast charging


from Divya Bhaskar https://ift.tt/38PFFFV

No comments:

Post a Comment