રવિ શર્મા પુણે: સ્માર્ટફોન વગરનું જીવન કદાચ હવે અશક્ય બન્યું છે. સ્માર્ટફોન પર યુઝર્સ થોડી થોડી મિનિટ કરીને દિવસોમાં કલાકો વિતાવી દે છે. તેથી સ્માર્ટફોન યુઝર્સે એ જાણવું જરૂરી બને છે કે તેઓ સ્માર્ટફોન પર કેટલો સમય વિતાવે છે. એક્ટિવિટી બબલ્સ નામની એપ યુઝર્સને સ્માર્ટફોન પર વિતાવેલો સમય બતાવે છે. આ સાથે જ યુઝર્સ સ્ટેનો નોટ્સ, ઓડિયો મેનેજ લાઇટ અને ટાઈપ વાઇસ કીબોર્ડ એપ્સથી રોજિંદા કાર્યોને સરળ બનાવી શકે છે.
એક્ટિવિટી બબલ્સ

સ્માર્ટફોન યુઝર્સ ઈચ્છે છે કે તેઓ સ્માર્ટફોનથી બને તેટલા દૂર રહે પરંતુ સ્માર્ટફોનની આદત છૂટતી નથી. આ એપનું માનવું છે કે જ્યા સુધી લોકો એ નહીં જુવે કે તેઓ સ્માર્ટફોન પર કેટલો સમય વિતાવે છે ત્યાં સુધી તેની આદત લાગેલી રહેશે. આ એપ એક લાઈવ વોલપેપર છે, જે યુઝર્સે ફોન પર વિતાવેલા સમયને બબલ્સ સ્વરૂપે દર્શાવે છે. વધારે સમય ફોનને આપવાથી આ બબલ્સના આકાર મોટા થતા જાય છે. યુઝરનું લક્ષ્ય આ બબલ્સને આકારને નાના કરવાનું હોય છે.
સ્ટેનો નોટ્સ

આ એક સરળ નોટ-ટેકિંગ એપ છે. તેમાં બુલેટ પોઈન્ટ્સ સહિતના ફોર્મેટિંગ ઓપ્શન દૂર કરવામાં આવ્યા છે. એપમાં નોટ્સ પર હેશટેગ લગાવીને ફોલ્ડર્સ ઓર્ગેનાઈઝ કરી શકાય છે. તેમાં દરેક ફોલ્ડરને અલગ રંગ આપવામાં આવે છે. તેથી યુઝર સરળતાથી તેની ઓળખ કરી શકે. એપમાં સર્ચિંગ પણ સરળ છે. કી-વર્ડ સર્ચ કરીને આસાનીથીકનેન્ટ શોધી શકાય છે. માત્ર લેફ્ટ સ્વાઇપ કરવાથી ફોલ્ડર ડિલીટ થઈ જાય છે.
ઓડિયો મેનેજર લાઈટ

જો તમે ફોન પર અલગ અલગ ઓડિયો પ્રોફાઈલ સ્વિચ કરો છો તો આ એપ તમારા માટે બની છે. આ એપમાં ટૂલની એક શૃંખલા આપવામાં આવે છે, જે વોલ્યુમ લેવલને ઓટોમેટિક એડજસ્ટ કરે છે. તેના કેટલાક રૂટિન્સને સરળતાથી પ્રોગ્રામ કરી શકાય છે. યુઝર તેની પસંદ કરેલી તારીખે નિયત કરેલા સમય પર ફોન સાયલન્ટ કરી શકે છે.
ટાઇપવાઇસ કીબોર્ડ

આ કીબોર્ડમાં તમામ કી ષટ્કોણ આકારની આપવામાં આવી છે. એપ મેકર્સનો દાવો છે કે તેનાથી 80% ટાઈપિંગ મિસ્ટેક દૂર થાય છે. આ કીબોર્ડમાં બેકસ્પેસ કી આપવામાં આવી નથી. કીબોર્ડ UIને ડાબી બાજુ સ્લાઈડ કરવાથી ટેક્સ્ટ ગાયબ થઈ જશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2PwCmfl
No comments:
Post a Comment