ગેજેટ ડેસ્કઃ રિલાયન્સ જિઓનો વાર્ષિક પ્લાન હવે 2,121 રૂપિયાનો થયો છે. અગાઉ આ પ્લાનની કિંમત 2020 રૂપિયા હતી. એરટેલ અને વોડાફોન કંપની પણ યુઝર્સને વાર્ષિક પ્લાનની સુવિધા આપી રહી છે. જોકે આઈડિયા અને BSNL વાર્ષિક પ્લાનની લિસ્ટમાંથી બહાર છે. આઈડિયાનો મેક્સિમમ વેલિડિટીવાળો પ્લાન 84 દિવસનો છે. BSNLનું 4G નેટવર્ક તમામ સર્કલમાં કાર્યરત નથી.
વાર્ષિક વેલિડિટી અને 1.5GB ડેટાવાળો કઈ કંપનીનો પ્લાન શ્રેષ્ઠ છે?

જિઓનો પ્લાન એરટેલ અને વોડાફોનથી સસ્તો: 1.5GB પ્રતિ દિવસ ડેટાના પ્લાનમાં જિઓ કંપનીનો પ્લાન સસ્તો છે. જોકે આ પ્લાન 336 દિવસની વેલિડિટીવાળો છે. એરટેલ કંપની 1798 રૂપિયાનો પ્લાન ઓફર કરી રહી છે. તેમાં 365 દિવસની વેલિડિટી અને દર મહિને 2GB ડેટા મળે છે.



જિઓ પર અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા નહીં મળે: જિઓ યુઝર્સને સૌથી મોટું નુકસાન છે. કારણ કે તેમાં માત્ર જિઓ ટુ જિઓ જ અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 12000 મિનિટ આપવામાં આવી છે. બીજી તરફ એરટેલ અને વોડાફોન અન્ય નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ આપી રહી છે.

જિઓ, એરટેલ અને વોડાફોનના વાર્ષિક પ્લાનનાં અન્ય બેનિફિટ્સ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2T9Zb9D
No comments:
Post a Comment