ગેજેટ ડેસ્કઃ ગૂગલ મેપ્સ તેની 15મી એનિવર્સરીના અવસરે એપમાં અનેક ફીચરનો ઉમેરો કરશે. આ ફીચરની મદદથી યુઝર ટેસ્ટોરાંની જાણકારી સાથે તેમાં શાકાહારી, માંસાહારી, જૈન વેગન સહિત કેવા પ્રકારની વાનગીઓ મળશે તેની માહિતી મેળવી શકશે. મેપ્સ રિઅલ ટાઈમમાં રેસ્ટોરાંમાં કેટલી ભીડ છે ટેબલ ખાલી છે કે નહીં તેની જાણકારી આપશે. આ સિવાય યુઝર મેટ્રો ટ્રેન, બસ અથવા લોકન ટ્રેનની સીટ ઉપલબ્ધતા વિશે પણ માહિતી આપશે. મેપ્સ પર લાઈવ વ્યૂ ફીચર શરૂ કરવામાં આવ્યું છે. જોકે તે સ્ટ્રીટ વ્યૂ સપોર્ટ કરતા દેશોમાં જ કાર્યરત છે.
8 ફેબ્રુઆરીએ ગૂગલ મેપ્સની 15મી એનિવર્સરી
ગૂગલ મેપ્સની 15મી એનિવર્સરીના અવસર પહેલાં ગૂગલ મેપ્સના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ જેન ફિટ્સપૈટ્રિકના જણાવ્યા અનુસાર દુનિયાભરમાં ગૂગલ મેપ્સની મદદથી લોકો રોજ સરેરાશ 100 કરોડ કિલોમીટરની યાત્રા કરે છે. ગત વર્ષે ગૂગલે મેટ્રો, બસ અને લોકલ ટ્રેનમાં ભીડની સંભાવનાનું ફીચર શરૂ કર્યું હતું. આ ફીચરને સફળતા મળી હતી. હવે મેપ્સમાં મહિલાઓ માટે કોચ છે કે નહીં, બસ-કોચમાં ગાર્ડની ઉપલબ્ધતા, રુટ પર CCTV કેમેરા છે કે નહીં તેની જાણકારી આપશે.
હવે એપ્સમાં 5 ટેબ જોવા મળશે
વાઇસ પ્રેસિડન્ટ ડેન ગ્લાસગોના જણાવ્યા અનુસાર ગૂગલ મેપ્સ આશરે 220 દેશોમાં ઉપલબ્ધ છે. તેમાંથી 14 ફીચર એવા છે તે સૌ પ્રથમ ભારતમાં શરૂ થયા. ગૂગલ મેપ્સના બોટમમાં સેવ્ડ, કન્ટ્રીબ્યુટ અને અપડેટ્સ ટેબ જોવા મળશે.એક્પ્લોર અને કમ્પ્યૂટ ટેબ પહેલાંથી જ કાર્યરત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2StsOST
No comments:
Post a Comment