ગેજેટ ડેસ્કઃ શાઓમીએ એસેસરીઝમાં નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. કંપનીએ ચીનમાં 65Wનું યુનિવર્સલ ટાઈપ-C ચાર્જર લોન્ચ કર્યું છે. તેની કિંમત 129 ચીની યુઆન (આશરે 1300 રૂપિયા) છે. આ ચાર્જર સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, ગેમિંગ એકવીપમેન્ટ સહિત અનેક ડિવાઇસિસને સપોર્ટ કરે છે.
ચાર્જરમાં સિંગલ USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય કંપનીએ USB ટાઈપ-A અને USB ટાઈપ-C મલ્ટિપલ પોર્ટ ધરાવતું ચાર્જર પણ લોન્ચ કર્યું છે. ચીનમાં કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે ભારતમાં તેને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.
આ ચાર્જર 13 ઈંચના મેકબુક પ્રોને 1 કલાક અને 50 મિનિટમાં ફુલ ચાર્જ કરી શકે છે. સામાન્ય 5V/1A અડોપ્ટરની સરખામણીએ આ ચાર્જર iPhone 11ને 18W ના પાવર સાથે 50% વધારે આઉટપુટ આપે છે. આ ચાર્જર 15 ઇંચના MI નોટબુક પ્રો લેપટોપને 2 કલાક 25 મિનિટમાં ફુલ ચાર્જ કરે છે. આ ચાર્જર રેડમી K20 પ્રો ફોનને 1 કલાક 40 મિનિટ , iPad પ્રોને 2 કલાક 28 મિનિટમાં ફુલ ચાર્જ કરે છે.
આ ચાર્જર HP, લેનોવો,એપલ, ડેલ, સેમસંગ અને અસુસ સહિતની અનેક કંપનીઓના નોટબુક ડિવાઇસને સપોર્ટ કરે છે. આ ચાર્જર કંપનીના અગાઉના ચાર્જર કરતાં કદમાં 27ગણું નાનું છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2S4hWfg
No comments:
Post a Comment