ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની રિઅલમીએ ‘રિઅલમી C3’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 6,999 રૂપિયા છે. ફોનનાં 3GB+ 32GB અને 4GB+64GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ઓક્ટાકોર હીલિયો G70 AI પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 14 ફેબ્રુઆરીથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પર શરૂ કરવામાં આવશે.ફોનનાં બ્લેઝિંગ રેડ અને ફ્રોઝન બ્લૂ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
વેરિઅન્ટ અને કિંમત
3GB+ 32GB: 6,999 રૂપિયા
4GB+ 64GB: 7,999 રૂપિયા
ઓફર
ફ્લિપકાર્ટ પરથી એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ICICIનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડથી EMI દ્વારા ફોનની ખરીદી પર પણ 5%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સિવાય 584 રૂપિયા પ્રતિ માસની ‘નો કોસ્ટ EMI’ની પણ સુવિધા આપવામાં આવશે.
ફોનમાં સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે અથવા અલગથી ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું નથી. સિક્યોરિટી માટે યુઝર્સે મેન્યુઅલી પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. કનેક્ટિવિટી માટે ફોનમાં વાઇફાઇ, બ્લુટૂથ 5, GPS, A-GPS, VoLTE, 4G, OTG, USB અને 3.5mmનો ઓડિયો જેક આપવામાં આવ્યો છે. ફોનનું સ્ટોરેજ વધારવા માટે એડિશનલ મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવ્યો છે.
‘રિઅલમી C3’ નાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.52 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | HD+ 720 x 1600 પિક્સલ |
| પ્રોસેસર | ઓક્ટાકોર હીલિયો G70 AI |
| OS | એન્ડ્રોઇડ 10 |
| રેમ | 3GB/4GB |
| સ્ટોરેજ | 32GB/64GB એક્સપાન્ડેબલ 256 GB |
| રિઅર કેમેરા | 12MP + 2MP |
| ફ્રન્ટ કેમેરા | 5MP |
| બેટરી | 5000 mAh |
| વજન | 195 ગ્રામ |
| સિમ | ડ્યુઅલ નેનો સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39bzknV
No comments:
Post a Comment