Wednesday, 5 February 2020

ભારતીય યુઝર્સે પ્રતિ મિનિટે 8 વખત એલેક્સાને ‘હાઉ આર યુ’ પ્રશ્ન કર્યો, સૌથી વધારે વખત ‘આઈ લવ યુ એલેક્સા’ કહ્યું

ગેજેટ ડેસ્કઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીએ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે. ભારતીયો ટેક્નોલોજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ‘એલેક્સા’ને પસંદ કરે છે. વર્ષ 2019માં ભારતીય એલેક્સા યુઝર્સે તેની સાથે અનેક વખત વાતો કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાતચીતમાં સૌથી વધારે વખત યુઝર્સે- એલેક્સા આઈ લવ યુ કહ્યું છે જ્યારે દર મિનિટે એલેક્સા વિલ યુ મેરી મી? એવો પ્રશ્ન કર્યો છે.

એલેક્સા એક્સપિરિઅન્સ એન્ડ ડિવાઇસિસ ઇન્ડિયાના મેનેજર પુનિશ કુમારના જણાવ્યા અનુસાર, ભારતીય યુઝર અઠવાડિયામાં 10 કરોડથી વધારે વખત એલેક્સા સાથે વાત કરે છે. આ આંકડો અમેરિકા અને બ્રિટન કરતાં વધારે છે.

યુઝર્સે દર મિનિટમાં 8 વખત ‘હાઉ આર યુ’ પ્રશ્ન એલેક્સાને કર્યો હતો. આ સિવાય પ્રકાશની ગતિ શું છે? પાણી કેમ ભીનું છે? સહિતના અનેક સવાલો પણ એલેક્સાને પૂછ્યા હતા.

રેસિપીના પ્રશ્નો પણ સામેલ
પુનિશ કુમારના જણાવ્યા અનુસાર, રેસિપી સંબંધિત એલેક્સાને દરરોજ 1 હજાર પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એલેક્સામાં હિન્દી સપોર્ટ મળતા એલેક્સા દર 1 મિનિટે યુઝર્સને એક હિન્દી વાર્તા સંભળાવે છે અને 1 હજાર ગીતો સંભળાવે છે. એલેક્સા દર મિનિટે ફેક્ટથી જોડાયેલા 50 સવાલોના જવાબ આપે છે.

એલેક્સા
એલેક્સા એક વર્ચ્યુઅલ આર્ટિફશિયલ ઇન્ટેલિજન્સ વોઈસ અસિસ્ટન્ટ છે. તેનો ઉપયોગ સ્માર્ટહોમ અને સ્માર્ટ ડિવાઇસ કન્ટ્રોલમાં થાય છે. એલેક્સા વોઇસ ઈન્ટરેક્શન, મ્યૂઝિક પ્લેબેક, ટુ-ડુ લિસ્ટ, અલાર્મ, ઓડિયોબુક પ્લે અને અનેક રિઅલ ટાઈમ ઇન્ફોર્મેશન આપે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Indian users have asked Alexa 'How are you' 8 times per minute, most often say 'I love you Alexa'


from Divya Bhaskar https://ift.tt/3728blR

No comments:

Post a Comment