Thursday, 20 February 2020

Cut-Copy-Pasteની શોધ કરનાર સાયન્ટિસ્ટ લૅરી ટેસ્લરનું 74 વર્ષની વયે નિધન થયું

ગેજેટ ડેસ્કઃ ટેક્નોલોજીના આ યુગમાં કમ્પ્યૂટર અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ Cut-Copy-Paste વગર અકલ્પનીય છે. Cut-Copy-Paste UI (યુઝર ઇન્ટરફેસ)નું ઈન્વેન્શન અમેરિકાના સાયન્ટિસ્ટ લૅરી ટેસ્લરનું 74 વર્ષની વયે ગત સોમવારે નિધન થયું છે.Xerox કંપનીએ ટ્વિટ કરીને લૅરી નિધનની માહિતી આપી.

Gypsy ટેક્સ્ટ પ્રોગ્રામ
લૅરી વર્ષ 1973માં Xerox PARC (પાલો અલ્ટો રિસર્ચ સેન્ટર) સાથે જોડાયા હતા. આ સંસ્થામાં લૅરીએ તેમના કલીગ ટિમ મોટ સાથે મળીને Gypsy ટેક્સ્ટ પ્રોગ્રામ તૈયાર કર્યો હતો. આ પ્રોગ્રામમાં ટેક્સ્ટને કોપી અને મૂવ કરવા માટે મોડલેસ મેથડ તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ PARCમાં તૈયાર કરવામાં આવેલા Cut-Copy-Paste પ્રોગ્રામનો ઉપયોગ કોન્સેપ્ટ કમ્પ્યૂટર ઇન્ટરફેસ અને ટેક્સ્ટ એડિટર્સ માટે થવા લાગ્યો.

કરિયર
લૅરીએ વર્ષ 1961માં બ્રોન્ક્ષ હાઈ સ્કૂલ ઓફ સાયન્સમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. લૅરીએ સ્ટેનફોર્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેબોરેટરીમાં પણ કામ કર્યું છે.

એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સએ પણ PARCનાં રિસર્ચનો ઉપયોગ એપલ પ્રોડક્ટ્સ વધારે સારી બનાવવા માટે કર્યો હતો. Xerox કંપનીની ટીમમાં સ્ટીવ જોબ્સ અને લૅરી ટેસ્લર પણ હાજર હતા. લૅરી PARC સાથે એપલ, એમેઝોન અને યાહૂ કંપનીમાં પણ કામ કરી ચૂક્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Scientist Larry Tesler, who invented Cut-Copy-Paste, died at the age of 74


from Divya Bhaskar https://ift.tt/2HDNgvp

No comments:

Post a Comment