ગેજેટ ડેસ્ક: વિવો V19 સિરીઝનું પ્રિ-બુકીંગ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં શરુ થઈ શકે છે. આ માહિતી સ્માર્ટફોન સંબંધી સમાચાર ટ્રેક કરતી 91 Mobiles વેબસાઈટે આપી છે. વિવો V17 સિરીઝ બાદ નવી સિરીઝના બે સ્માર્ટફોન Vivo V19 અને Vivo V19 Pro લોન્ચ કરી શકે છે. આ સ્માર્ટફોનને IPL 2020ની પહેલાં કંપની લોન્ચ કરી શકે છે. ભારતમાં V17 સિરીઝને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, તેવામાં V19 સિરીઝના સ્માર્ટફોન અન્ય સ્માર્ટફોનની જગ્યા લઈ શકે છે. ગયા વર્ષે કંપનીએ ચાર રિઅર કેમેરાથી સજ્જ વિવો 17 સિરીઝના બંને ફોન લોન્ચ કર્યા હતા.
રિપોર્ટ પ્રમાણે સિરીઝના બંને ફોનની કિમત 20 હજાર રૂપિયાથી 30 હજાર રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. તેનું વેચાણ ઓનલાઇન અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સમાં થશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36XQKCU
No comments:
Post a Comment