ગેજેટ ડેસ્ક: ચીનમાં ફેલાયેલ કોરોના વાઇરસથી બચવા માટે ચાઈનીઝ નાગરિકો એક ટ્રેકિંગ એપ યુઝ કરી રહ્યા છે. આ એપ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસથી અફેક્ટ થયેલ લોકો છે. જેથી તેઓ વધુ કાળજી લઇ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.
YiKuang પ્રોગ્રામ
‘YiKuang’ નામનો ‘Wechat’નો પ્રોગ્રામ જેને એપિડેમિક સિચ્યુએશન તરીકે ઓળખવામાં આવે છે તે સધર્ન સીટી શેન્ઝેન અને ગ્વાન્ગઝોઉનાને કવર કરે છે જ્યારે ‘QuantUrban’નો બ્રાઉઝર બેઝ્ડ મેપ તે વિસ્તારના બીજા નવ શહેરને કવર કરે છે.
ડેટા મેપિંગ કંપની ‘QuantUrban’ અને થર્ડ પાર્ટી ‘Wechat’ પ્રોગ્રામ ડેવલપર દ્વારા એવા પ્લેટફોર્મ્સ તૈયાર કરવામાં આવ્યા છે જેના પર ઓફિશિયલ માહિતી ભેગી કરવામાં આવે છે. તેમાં નજીકમાં ક્યા વાઇરસના લાઈવ કન્ફ્રર્મ કેસ છે તે બતાવીને તેમનું અંતર બતાવવામાં આવે છે કે તેઓ કેટલા દૂર છે. જેથી યુઝર જાણી શકે કે તે અસરગ્રસ્ત જગ્યાથી કેટલા દૂર છે અને યોગ્ય માપદંડ લઈને પોતાને બચાવી શકે.
ચાઈનાના ટેક મેગાસિટી ગણાતા શેન્ઝેનમાં વાઇરસના કન્ફ્રર્મ કેસ ઝડપથી વધી રહ્યા છે અને સોમવારે આ આંકડો 245 પર પહોંચી ગયો છે.
સ્વયંસેવકો પણ મદદ કરવામાં અગ્રેસર
સરકારી સાઈટ પર વાઇરસના કન્ફ્રર્મ કેસનો ડેટા અપડેટ થયા બાદ તરત આ પ્રોગ્રામમાં ડેટા અપડેટ કરવામાં આવે છે જેથી લોકોને સતત સાચી માહિતી મળતી રહે અને તેઓ પોતાને સુરક્ષિત રાખી શકે. આ કામ માટે સ્વયંસેવકો પણ મદદ કરે છે જેથી કંપની મેપને અપ ટુ ડેટ રાખી શકે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RTSmJM
No comments:
Post a Comment