Tuesday, 11 February 2020

‘રેડમી 8A ડ્યુઅલ’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, પ્રારંભિક કિંમત ₹ 6,499

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની શાઓમીએ નવા વર્ષમાં પ્રથમ રેડમી પ્રોડક્ટ ‘રેડમી 8A ડ્યુઅલ’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. તેનાં બેઝિક વેરિઅન્ટની કિંમત 6,499 રૂપિયા છે. ફોનનાં 2GB + 32GB અને 3GB + 32GB વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. ફોનમાં એન્ડ્રોઇડ 9 પાઇ ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનનું વેચાણ 18 ફેબ્રુઆરીથી એમેઝોન,ઓફિશિયલ વેબસાઈટ અને mi સ્ટોર પર શરૂ કરવામાં આવશે.

ફોનમાં ઇનબિલ્ટ ગૂગલ લેન્સની સુવિધા મળશે. ફોનનાં સી બ્લૂ, સ્કાય વ્હાઇટ અને મિડનાઇટ ગ્રે કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, વાઇફાઇ, VoLTE, 4G અને 3.5mmનો ઓડિયો જેક આપામાં આવ્યો છે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.

કિંમત અને વેરિઅન્ટ
2GB + 32GB: 6,499
3GB + 32GB: 6,999

‘રેડમી 8A ડ્યુઅલ’નાં બેઝિકસ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.22 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (720x1520 પિક્સલ)
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 439 પ્રોસેસર
રેમ 2GB/3GB
સ્ટોરેજ 32GB
રિઅર કેમેરા 13MP + 2MP
ફ્રન્ટ કેમેરા 8MP
બેટરી 5,000mAh વિથ 18વૉટ ફાસ્ટ ચાર્જિંગ




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Redmi 8A Dual' smartphone launches in India, starting at. 6,499


from Divya Bhaskar https://ift.tt/38j175M

No comments:

Post a Comment