કોરોનાવાઈરસની સરાકારી ટ્રેકિંગ એપ ‘ઓરોગ્ય સેતુ’ સૌથી ઝડપી ડાઉનલોડિંગ એપ બની છે. નિતિ આયોગના પ્રોગ્રામિંગ ફ્રન્ટિઅર ટેક્નોલોજીના ડિરેક્ટેર અર્નબ કુમારના જણાવ્યા અનુસાર, એપના 5 કરોડ એક્ટિવ યુઝર્સ છે. 14 એપ્રિલે પ્રધાનમંત્રીએ દેશને એપ ડાઉનલોડ અપીલ કર્યા બાદ 1.1 કરોડ યુઝર્સે એપ ડાઉનલોડ કરી છે.
‘પોકેમોન ગો’નો રેકોર્ડ તોડ્યો
‘આરોગ્ય સેતુ’ એપે ડાઉનલોડિંગમાં ‘પોકેમોન ગો’નો રેકોર્ડ તોડ્યો છે. પોકેમોન ગો એપને 19 દિવસમાં 5 કરોડ ડાઉનલોડ્સ મળ્યા હતા જ્યારે ‘આરોગ્ય સેતુ’ એપે 13 દિવસમાં 5 કરોડ ડાઉનલોડ્સ હાંસલ કર્યા છે.
14 એપ્રિલે પ્રધાનમંત્રીના સંબોધનમાં એપનો ઉલ્લેખ કર્યા બાજ મંગળવારે સવારે તે સમયગાળામાં દર એક મિનિટે 1 લાખ વાર એપ ડાઉનલોડ થઈ હતી અને મધ્યરાત સુધીમાં એપને કુલ 5 કરોડ વખત ડાઉનલોડ્સ કરવામાં આવી છે.અર્નબ કુમારના જણાવ્યા અનુસાર, 5 કરોડ ડાઉનલોડ્સની આશા 15 એપ્રિલે હતી પરંતુ 1 દિવસ પહેલાં જ તે ટાર્ગેટ પૂરો થયો છે. 14 એપ્રિલે 1.1 કરોડ વખત એપ ડાઉનલોડ થઈ હતી.
‘આરોગ્ય સેતુ’ એપ
‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે. તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે. એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે. એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે. એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3enZZ4w
No comments:
Post a Comment