Wednesday, 15 April 2020

WHOએ ફેસબુક મેસેન્જર પર કોરોનાવાઈરસની માહિતી આપતું ચેટબોટ લોન્ચ કર્યું

કોરોનાવાઈરસને લગતી ગેરસમજને ટાળવા અને તેની સચોટ માહિતી લોકો સુધી પહોંચાડવા માટે WHO (વર્લ્ડ હેલ્થ ઓગ્રેનાઈઝેશન) ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. અગાઉ વ્હોટ્સએપ પર ચેટબોટ લોન્ચ કર્યા બાદ હવે, WHOએ ફેસબુક મેસેન્જર પર કોરોનાવાઈરસની માહિતી આપતું ચેટબોટ લોન્ચ કર્યું છે. આ ચેટબોટને WHOની કોરોનાવાઈરસ માટે ટેક્નોલોજી ઈનિસિએટિવ કંપની Sprinklr સાથે મળીને ડેવલપ કરવામાં આવ્યું છે. આ ચેટબોટ અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પેનિસ અને અરેબિક ભાષા સપોર્ટ કરે છે.

કેવી રીતે ચેટબોટ શરૂ કરશો?

યુઝરે આ ચેટબોટનો ઉપયોગ કરવા માટે ફેસબુક મેસેન્જર એપ સર્ચ બટનમાં જઈ ‘World Health Organization’ સર્ચ કરી ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ ભાષા પસંદગી કરવાની રહેશે. ભાષાની પસંદગી કર્યા બાદ ચેટબોટ જુદા જુદા 9 ઓપ્શન આપશે.

કોરોનાવાઈરસના કેસ અને સાવચેતીની પગલા સહિતની અનેક માહિતી

ચેટબોટમાં કોરોનાવાઈરસના કેસ, સાવચેતીના પગલા, સવાલ-જવાબ, મિથબસ્ટર્સ, ટ્રાવેલ એડવાઈઝ, ન્યૂઝ સહિતની માહિતી મળશે. આ તમામ માહિતી માટે પસંદ કરાયેલા ડિજિટલ નંબક/અથવા ઈમોજી નો રિપ્લાય કરી યુઝર તેને લગતી વિસ્તૃત માહિતી મેળવી શકે છે.

WHOના જણાવ્યા અનુસાર વ્હોટ્સએપ ચેટબોટ, ફેસબુક મેસેન્જર ચેટબોટ સહિત અનેક પ્લેટફોર્મનો ઉપયોગ કરી 420 કરોડ લોકોને હેલ્થ અલર્ટ આપવામાં આવે છે. તેમાં સાવચેતીના પગલા, કોરોનાવાઈરસ વિશે માહિતી સહિતની અનેક પાસાઓનો સમાવેશ થાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WHO launches a chatbot for information of coronavirus on Facebook Messenger
WHO launches a chatbot for information of coronavirus on Facebook Messenger


from Divya Bhaskar https://ift.tt/3a4i1Fu

No comments:

Post a Comment