Wednesday, 15 April 2020

લોકડાઉન પૂરું થયા બાદ ભારતમાં ‘વન પ્લસ 8’ સિરીઝ લોન્ચ થશે, ગ્લોબલ માર્કેટ કરતાં ઓછી કિંમત હોઈ શકે છે

ચાઈનીઝ ટેક કંપની વન પ્લસે મંગળવારે યુરોપમાં ઓનલાઈન સ્ટ્રિમિગ દ્વારા 5G ફ્લેગશિપ સિરીઝ ‘વન પ્લસ 8’ લોન્ચ કરી છે. ‘વન પ્લસ 8’ અને ‘વન પ્લસ 8 પ્રો’ સ્માર્ટફોન સામેલ છે. ફોનનું વેચાણ અમેરિકા અને યુરોપમાં 29 એપ્રિલથી શરૂ થશે. ભારતમાં આ સિરીઝ લોકડાઉન પૂરું થયા બાદ લોન્ચ થશે. જોકે ફોનની કિંમત ગ્લોબલ માર્કેટ કરતાં ઓછી હોઈ શકે છે. કંપનીએ ટ્વીટ કરી તેની હિંટ આપી છે.

કંપનીએ ટ્વીટ પર ઈમેજમાં લખ્યું છે કે ‘વી ડોન્ટ સ્પીક ડોલર્સ ઈન્ડિયન પ્રાઈશ કમિંગ સૂન’. કંપનીના આ ટ્વીટ પરથી કહી શકાય કે ‘વન પ્લસ 8ֹ’ સિરીઝની ગ્લોબલ પ્રાઈસ કરતાં ભારતમાં તેની કિંમત ઓછી હશે.

અમેરિકમાં કિંમત અને વેરિઅન્ટ

1.‘વન પ્લસ 8’

8GB + 128GB: $699 (આશરે 53,000 રૂપિયા)

12GB+ 256GB: $799 (આશરે 60,800 રૂપિયા)

2.‘વન પ્લસ 8 પ્રો’

8GB + 128GB: $899 (આશરે 68,400 રૂપિયા)

12GB+ 256GB: $999 (આશરે 86,100 રૂપિયા)

‘વન પ્લસ 8’ સિરીઝનાં બેઝિક ફીચર્સ

  • આ ફોનમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર ડોલ્બિ અટોમ્સ ટેક્નોલોજી ધરાવે છે, જે 3D ઓડિયો અને ઝૂમિંગ ઓડિયો સપોર્ટ કરે છે.
  • ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ધરાવતી ડિસ્પ્લે મળશે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS, NFC, USB ટાઈપ-સી પોર્ટ અને 3.5mmનો ઓડિયોજેક મળશે.
  • સિક્યોરિટી માટે બંને ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
OnePlus 8 series will be launched in India after lockdown ends, may be lower price than global market


from Divya Bhaskar https://ift.tt/34FDkMh

No comments:

Post a Comment