Tuesday, 7 April 2020

એરટેલ, ડિશ ટીવી અને ટાટા સ્કાયના ગ્રાહકો હવે ફિટનેસ, મૂવી સહિતની અનેક ચેનલ્સ 14 એપ્રિલ સુધી ફ્રીમાં જોઈ શકશે

લોકડાઉનમાં ઘરે બેસીને લોકોને એન્ટરટેઈન્ટમેન્ટ મળી રહે તે માટે એરટેલ, ટાટા સ્કાય અને ડિશ ટીવીએ કેટલીક ચેનલ્સને ગ્રાહકો માટે ફ્રી કરી છે. એરટેલ અને ડિશ ટીવીએ તેની 4 અને ટાટા સ્કાયે 10 ચેનલ્સ ફ્રી કરી છે. આ ફ્રી સર્વિસ ગ્રાહકોને 14 એપ્રિલ સુધી મળી રહેશે. તમામ કંપનીઓએ દરેક ઉંમરની વ્યક્તિને ધ્યાનમાં રાખીને ફ્રી ચેનલ્સની પસંદગી કરી છે. તેમાં કુકિંગ, ડાંસિંગ અને ફિટનેસની ચેનલ્સ સામેલ છે.

એરટેલ ડિજિટલ ટીવી

એરટેલે 4 ચેનલ્સ ફ્રી કરી છે. તેમાં રસોઈ, ડાંસ સહિતની ચેનલ્સ સામેલ છે. ચેનલના નામ અને નંબર આ પ્રમાણે છે:

  1. આપકી રસોઈ: 407
  2. એરટેલ ક્યુરિયોસિટી સ્ટ્રીમ: 419
  3. સિનિયર ટીવી: 323
  4. લેટ્સ ડાંસ: 113

ડિશ ટીવી

ડિશ ટીવીએ પણ એરટેલની જેમ 4 ચેનલ્સ ફ્રી કરી છે. તે આ પ્રમાણે છે:

  1. આયુષ્માન એક્ટિવ: 130
  2. ફિટનેસ એક્ટિવ: 132
  3. કિડ્સ એક્ટિવ ટૂન્સ: 956
  4. કિડ્સ એક્ટિવ રાઈમ્સ: 957

ટાટા સ્કાય

ટાટા સ્કાયે 10 ચેનલ્સને 14 એપ્રિલ સુધી ફ્રી કરી છે. તેમાં ફિટનેસ, કુકિંગ, ડાંસ, બ્યૂટી સહિતની અનેક ચેનલ સામેલ છે. આ ચેન્લસના નામ અને નંબર નીચે મુજબ છે:

  1. ડાંસ સ્ટૂડિયો: 123
  2. ફન લર્ન: 664/668
  3. કુકિંગ: 127
  4. ફિટનેસ: 110
  5. સ્માર્ટ મેનેજર: 701
  6. વેદિક મેથ્સ: 702
  7. ક્લાસરૂમ: 653
  8. ઈંગ્લિશ: 660 (હિન્દી), 1424 (તેલુગુ)
  9. બ્યૂટી: 119
  10. જાવેદ અખ્તર: 150


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/34kE6y9

No comments:

Post a Comment