Tuesday, 7 April 2020

ટીવી જોવાના સમયમાં 37%નો વધારો, એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રીને 30થી 40%નું નુક્સાન

કોરોનાવાઈરસને લીધે લાગુ કરાયેલા લોકટડાઉનને લીધે ટીવી જોવાના સમયમાં 37%નો વધારો થયો છે. ટેલિવિઝન મોનિટરિંગ એજન્સી BRC (બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ) અને માર્કેટ રિસર્ચ ફર્મ નીલસેનના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

આ રિપોર્ટ મુજબ, 21 માર્ચથી 27 માર્ચ સુધી ટીવી કન્ઝમ્પ્શન ટાઈમ 1.2 ટ્રિલિયન મિનિટ સાથે અત્યાર સુધીના સર્વોચ્ચ સ્થાને છે. આ આંકડો પ્રિ-કોવિડ પિરિયડ અર્થાત 11થી 31 જાન્યુઆરી કરતાં 37% વધારે છે.

જોકે એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રીને લોકડાઉનથી કોઈ ફાયદો મળ્યો નથી. આ રિપોર્ટ મુજબ, ઈન્ડસ્ટ્રીને 30થી 40%નું નુક્સાન થયું છે. વધારે વ્યુઅરશિપ વચ્ચે એડવર્ટાઈઝ ઈન્ડસ્ટ્રીને ફાયદો થવો જોઈએ પરંતુ તેનાથી વિપરિત થઈ રહ્યું છે. તેનું કારણ એ છે કે લોકડાઉનમાં મંદીને લીધે કંપની તેમની જાહેરાતોના ખર્ચાને બચાવી રહી છે.

21થી 27 માર્ચ સુધી ડેઈલી ફ્રી કમર્શિયલ ટાઈમ (અર્થાત જાહેરાતો માટે ટીવી ચેન્લસ પાસેથી ખરીદવામાં આવતી સેક્ન્ડ)માં 6 લાખ સેકન્ડનો વધારો થયો છે. ફ્રી કમર્શિયલ ટાઈમમાં ફૂડ અને બેવરેજીસ કેટેગરીમાં વધારો થયો છે ત્યારબાદ પર્સનલ કેર અને હાઈજીન પ્રોડક્ટનું સ્થાન છે.

ચેન્નાઈ બેઝ્ડ આઈસ મીડિયાના ડિરેક્ટર એમ લોરેન્સના જણાવ્યા અનુસાર, ટીવી વ્યુઅરશિપમાં વધારાનું કારણ લોકડાઉન છે. લોકો કોઈ પણ પ્રકારની રુચિ વગર ટીવી જોઈ રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ બિઝનેસમાં 70થી 80%નો ઘટાડો આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/39SEllc

No comments:

Post a Comment