Monday, 6 April 2020

ટિકટોક એપના ડાઉનલોડમાં 20%નો વધારો: એપ એની

લોકડાઉનને લીધે સોશિયલ મીડિયા એપનો ઉપયોગ વધ્યો છે. બાઈટડાન્સની માલિકીની શોર્ટ વીડિયો શેરિંગ એપના ડાઉનલોડમાં 20%નો વધારો થયો છે. ટેક ફર્મ એપ એનીના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ અનુસાર, જાન્યુઆરી મહિના કરતાં એપના ડાઉનલોડમાં 20%નો વધારો થયો છે.

લોકડાઉનમાં એપ ડાઉનલોડિંગના લિસ્ટમાં વ્હોટ્સએપ અને ફેસબુક બાદ ટિકટોકનો સમાવેશ થાય છે. આ સિવાય Helo એપના ડાઉનલોડિંગમાં પણ વધારો થયો છે.

આ રિપોર્ટ અનુસાર, ટિકટોક 44% શેર સાથે મોસ્ટ એંગેજિંગ એપ્લિકેશન બની છે. વર્ષ 2019માં ટિકટોકે 210% યર ઓન યર ગ્રોથ હાંસલ કર્યો છે. પ્લે સ્ટોર પર ટિકટોક એપને 50 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tiktok App Downloads Up by 20% in lockdown period: App Annie


from Divya Bhaskar https://ift.tt/2RiNBsp

No comments:

Post a Comment