Monday, 6 April 2020

4 રિઅર કેમેરા સેટઅપ ધરાવતો ‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’ સ્માર્ટફોન જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે

ચાઈનીઝ ટેક કંપની ઓપો તેના અપકમિંગ સ્માર્ટફોન ‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’નાં લોન્ચિંગની તૈયારીમાં છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણો આ ફોન જૂન મહિનામાં લોન્ચ થઈ શકે છે. ‘X2’ સિરીઝના લાઈટ વર્ઝનમાં 4 રિઅર કેમેરા અને અન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ મળશે.

‘ઓપો ફાઈન્ડ X2 લાઈટ’vનાં સ્પેસિફિકેશન

  • લોન્ચિંગ પહેલાં જ ફોનની તસવીર અને સ્પેસિફિકેશન ઈન્ટરનેટ પર વહેતા થયાં છે. તે મુજબ ફોનમાં 48MP+8 MP + 2MP + 2MPનું રિઅર કેમેરા સેટઅપ મળશે.
  • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
  • ફોનમાં 6.4 ઈંચની 1080x2400 રિઝોલ્યુશન ધરાવતી AMOLED ડિસ્પલે મળી શકે છે.
  • ફોનમાં એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 756 પ્રોસેસર આપવામાં આવી શકે છે.
  • ફોનમાં 8GBની રેમ અને 128GB સ્ટોરેજ મળશે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પલે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે.
  • ફોનનાં બ્લેક અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
  • ફોનમાં 4025mAhની બેટરી આપવામાં આવી શકે છે, જે 30 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
  • આ ફોનની કિંમત 40,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Oppo Find X2 Lite' smartphone with 4 rear camera setups may launch in June


from Divya Bhaskar https://ift.tt/2V6nIxg

No comments:

Post a Comment