Monday, 6 April 2020

હવે ગૂગલ મેપ્સ યુઝર્સ પબ્લિક ફૂડ અને નાઇટ શેલ્ટર્સની માહિતી મેળવી શકશે

ગૂગલ મેપ્સ એપ હવે પબ્લિક ફૂડ અને નાઇટ શેલ્ટર્સની માહિતી આપશે. દેશભરમાં લોકડાઉનને લીધે અનેક લોકોને મદદ પહોંચાડવા કંપની કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળી આ સુવિધા પૂરી પાડશે. માયગવર્ન્ટમેન્ટઓફ ઈન્ડિયાના ઓફિશિયલ ટ્વિટર પર આ માહિતી આપવામાં આવી છે. કુલ 30 શહેરોમાં આ સુવિધા મળશે જોકે તે કયા શહેરો હશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી.

તાજેતરમાં માત્ર અંગ્રજી ભાષામાં જ આ ટૂલ કાર્યરત રહેશે. ટૂંક સમયમાં જ તેને હિન્દીમાં પણ લોન્ચ કરવામાં આવશે. આ ટૂલનો ઉપયોગ કરવા માટે યુઝર્સ ગૂગલ મેપ્સ એપ ઓપન કરી સર્ચ બારમાં ‘Food shelters

near by me’ અને ‘Night shelters near by me’ લખ નજીકના સેવાભાવી સંસ્થાની માહિતી મેળવી શકશે.

ગૂગલ ઈન્ડિયાના સિનિયર પ્રોગામ મેનેજર અનલ ઘોષના જણાવ્યા અનુસાર, સ્વયંસેવકો, NGOs અને ટ્રાફિક અથોરિટી સાથે મળીને જરૂરિયાત લોકોને જમવાનું અને રહેવાની વ્યવસ્થા મળી રહે તેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિઓફોનમાં ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ

આ સેવાનો લાભ ઉઠાવવા માટે સ્માર્ટફોનની આવશ્યકતા છે. તેથી ગૂગલે સ્માર્ટફોન ન હોય તેવા લોકોનું ધ્યાન રાખીવે સર્વિસ શરૂ કરી છે. જિઓફોન યુઝર્સને હવે ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ સિવાય વોડાફોન આઈડિયા ફોન લાઈન સર્વિસ પર પણ ગૂગલ અસિસ્ટન્ટ સપોર્ટ મળશે. આ સિવાય સ્માર્ટફોન યુઝર્સ ગૂગલ સર્ચ અને ગૂગલ અસિસ્ટન્ટની મદદથી પણ ફૂડ શેલ્ટર્સ અને નાઈટ શેલ્ટર્સની માહિતી મેળવી શકશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/3e8Rc6m

No comments:

Post a Comment