Thursday, 16 April 2020

મોટોરોલાના ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’નું વેચાણ પાછું ઠેલાયું, 8 મેથી શરૂ થઈ શકે છે

અમેરિકાની મલ્ટિનેશનલ ટેક કંપની મોટોરોલાએ ભારતમાં તેનો ફોલ્ડેબલ સ્માર્ટફોન ‘રેઝર 2019’ 16 માર્ચે લોન્ચ કર્યો હતો. તેની કિંમત 1,24,999 રૂપિયા છે. તેનું વેચાણ 2 એપ્રિલથી શરૂ થવાનું હતું ત્યારબાદ તેને બદલીને 15 એપ્રિલે કરવામાં આવ્યું હતું. જોકે દેશમાં લોકડાઉન અમલી હોવાથી ફરી તેનું વેચાણ પાછું ઠેલાયું છે.

ઈ-કોમર્સ વેબસાઈટ ફેસબુક પર 8 માર્ચથી ફોનનું વેચાણ શરૂ કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 6 મેથી વેચાણ શરૂ થઈ શકે છે. ફ્લિપકાર્ટ પર તેનું પ્રિ-બુકિંગ શરૂ કરી દેવાયું છે.

ફીચર્સ

  • ફોનમાં ફ્લેક્સિબલ સ્ક્રીન આપવામાં આવી છે જે પારંપરિક ફ્લિપ સ્ટાઈલમાં ફોલ્ડ થાય છે. આ ફોનની બહારની તરફ નાની સ્ક્રીન આપવામાં આવી છે. તેની મદદથી ફોનને અનફોલ્ડ કર્યા વગર નોટિફિકેશન, મ્યૂઝિક અને ગૂગલ અસ્ટિસ્ટન્ટ જેવાં ફીચરનો ઉપયોગ કરી શકાય છે.
  • આ ફોનમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો છે.
  • ફોનની બહાર આપેલી ક્વિક વ્યૂ ડિસ્પ્લેની મદદથી સેલ્ફી પણ લઇ શકાય છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ આપવામાં આવી છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.1, 4G LTE અને GPSઆપવામાં આવ્યું છે.

‘મોટોરોલા રેઝર (2019)’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ

અનફોલ્ડ: 6.2 ઇંચ, ફોલ્ડ: 2.7 ઇંચ

ડિસ્પ્લે ટાઈપ

અનફોલ્ડ HD+ (876x2142 પિક્સલ) ફોલ્ડ: 600x800 પિક્સલ વિથ ક્વિક વ્યૂ વિન્ડો

OS

એન્ડ્રોઇડ 9 પાઈ

પ્રોસેસર

ઓકટાકોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 710

કેમેરા

16MP (ફોલ્ડ) અને 5MP મેઈન ડિસ્પ્લે નોચ

રેમ

6GB

સ્ટોરેજ

128GB

બેટરી

2510mAh વિથ 15 વૉટ ફાસ્ટ ચાર્જિંગ

વજન

205 ગ્રામ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sale of Motorola's Foldable Smartphone 'Razor 2019' postpone May release on 8th may


from Divya Bhaskar https://ift.tt/3eq5qzQ

No comments:

Post a Comment