ચીનમાં કોરોનાવાઈરસે વિરામ લેતા જ તમામ ચાઈનીઝ ટેક કંપની એક્શન મોડમાં આવી ગઈ છે. ચાઈનીઝ ટેક કંપની હુવાવે તેનીઅપકમિંગ સ્માર્ટફોન સિરીઝ‘હુવાવે નોવા 7’ 23 એપ્રિલે લોન્ચ કરશે. ચાઈનીઝ માઈક્રોબ્લોગિંગ સાઈટ વીબો પર કંપનીએ પોસ્ટર રિલીઝ કરી આ માહિતી શેર કરી છે.
પોસ્ટરમાં રિલીઝ ડેટ 23 એપ્રિલ અને કેમેરા સેટઅપ દર્શાવવમાં આવ્યો છે. તેને જોઈને એ ચોકક્સ કહીશકાય કે ‘હુવાવે નોવા 7’ સિરીઝમાં 4 વર્ટિકલ રિઅર કેમેરા મળશે. તેની સાથે જ LED ફ્લેશ લાઈટ પણ મળશે. ફોનની બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ મળશે. અર્થાત ફોનની બેક પેનલમાં શાઈનિંગ કલર કોટિંગ મળશેસિરીઝમાં‘હુવાવે નોવા 7’,‘હુવાવે નોવા 7 SE’ અને‘હુવાવે નોવા 7 પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થશે.
‘હુવાવે નોવા 7’નાં સ્પેસિફિકેશન
- ‘હુવાવે નોવા 7’ સિરીઝનાં સ્પેસિફિકેશ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ કેટલાક લીક્સ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘હુવાવે નોવા 7’માં કિરિન 985 5G પ્રોસેસર,‘હુવાવે નોવા 7 પ્રો’માં990 5G અને‘હુવાવે નોવા 7 SE’માંકિરિન820 5G પ્રોસેસર મળી શકે છે.
- ફોનમાં ડ્યુઅલ પંચ હોલ ડિસ્પ્લે મળી શકે છે.
- ફોનનાં રેડ, પર્પલ અને વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે.
- આ સિરીઝના ફોનમાં 40વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3eqwqPH
No comments:
Post a Comment