કોરોનાવાઈરસ સામેની લડાઈમાં સરકાર અને અનેક સંસ્થાઓ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. વૈજ્ઞાનિકો મેડિકલ સ્ટાફને સંક્રમણથી બચાવી શકાય તે રીતે તપાસ કરવા માટે ટેક્નોલોજી વિકસવાના પ્રયાસો કરી રહ્યા છે. IIsc (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ સાયન્સ) બેંગલોરના વૈજ્ઞાનિકો એવું ટૂલ વિકસાવી રહ્યા છે, જેમાં શ્વાસ, ઉધરસ અને બોલવાના અવાજથી જ કોરોનાના લક્ષણોની તપાસ કરી શકાય. આ ટૂલની મદદથી મેડિકલ સ્ટાફના થતાં કોરોનાવાઈરસના જોખમને ઓછું કરી શકાશે.
પ્રોજેક્ટનું નામ ‘Coswara’
આ ટૂલ માટે IIsc બેંગલોરની 8 સભ્યોની એક ટીમ કામ કરી રહી છે. આ પ્રોજેક્ટને ‘Coswara’ નામ આપવામાં આવ્યું છે. આ ટૂલ સાઉન્ડ વેવ અર્થાત ધ્વનિ તંરગોને આધીન લક્ષણોની તપાસ કરે છે. કોરોનાવાઈરસની અસર શ્વસનતંત્ર પર થાય છે. આ ટૂલ દર્દીના શ્વાસ લેવાનો અવાજ, ઉધરસનો અવાજ અને બોલવાના અવાજની રેકોર્ડિંગ અને કાઉન્ટિંગ કરે છે. આ ટૂલ માત્ર 5 મિનિટમાં રેકોર્ડિંગ પ્રોસેસ પૂરી કરે છે.
ટૂલની મદદથી દર્દીની ઉંમર અને લોકેશન પણ જાણી શકાશે
આ ટૂલ રેકોર્ડિંગ સાથે દર્દીના અન્ય હેલ્થ સ્ટેટસની પણ માહિતી આપશે. તેમાં ઉંમર, જાતિ અને લોકેશન સામેલ છે. ટૂલના ડેવલપિંગ માટે તેને દુનિયાના અન્ય વૈજ્ઞાનિકો પાસે સિગ્નલ પ્રોસેસિંગ અને મશીન લર્નિગ માટે મોકલવામાં આવશે. તેથી તેઓ પણ આ પ્રકારના ટૂલનો ઉપયોગ કરી શકે. આ ટૂલને મંજૂરી મળી ગયા પછી હાલમાં ચાલી રહેલાં ટેસ્ટિંગ કરતાં ઝડપી ટેસ્ટિંગ કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3agw3DU
No comments:
Post a Comment