Saturday, 11 April 2020

વર્ષ 2020માં માર્ચ મહિના સુધીમાં અન્ડ્રોઈડે 56% અને iOSએ 44% માર્કેટ શેર હાંસલ કર્યો: CIRP

એપલની iOS ઓપરેટિંગ સિસ્ટમ કરતાં યુઝર્સ એન્ડ્રોઈડ પ્રોડક્ટ વધારે પસંદ કરે છે. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે. CIRP (કન્ઝ્યુમર ઈન્ટેલિજન્સ રિસર્ચ પાર્ટનર્સ)ના એક રિપોર્ટ મુજબ અમેરિકામાં વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિકગાળામાં અર્થાત માર્ચ મહિના સુધી એપલના iOSએ 44% માર્કેટ શેર અને ગૂગલના અન્ડ્રોઈડે 56% માર્કેટ શેર હાંસલ કર્યો છે. જોકે વર્ષ 2016 પછી એપલે સૌથી વધારે માર્કેટ શેર હાંસલ કર્યો છે.

વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં અમેરિકામાં એન્ડ્રોઈડે 70% માર્કેટ શેર અને iOSએ 30% માર્કેટ શેર હાંસલ કર્યો છે. આ રિપોર્ટ અનુસાર એપલની સિસ્ટમે 2 વર્ષમાં 12% માર્કેટ શેરમાં વધારો કર્યો છે.

બંને કંપનીના યુઝર્સને પ્રોડક્ટ્સ પર વિશ્વાસ છે

આ રિપોર્ટ અનુસાર યુઝર્સને પોતપોતાની પ્રોડક્ટ પર વિશ્વાસ છે. iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સને પ્રોડક્ટ પર 90% વિશ્વાસ છે. અર્થાત 10% યુઝર્સ અન્ય સિસ્ટમ પર સ્વિચ કરવાનું વિચારી રહ્યા છે.

iOS અને એન્ડ્રોઈડ બંને કંપની એકબીજાના યુઝર્સને એટ્રેક્ટ કરવાના પ્રયત્નો કરવા છતાં છેલ્લા 4થી વધારે વર્ષોથી 90% યુઝર્સ અગાઉની સિસ્ટમની પ્રોડક્ટને જ વળગી રહ્યા છે.

અપકમિંગ

ઉલ્લેખનીય છે કે આગામી સયમાં એપલ iOS 14 અને ગૂગલ એન્ડ્રોઈડ 11 ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરશે. હાલ બંને કંપની કોરોનાવાઈરસ સામેની લડાઈમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરી પોતાનો સહયોગ આપી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
By March 2020, Android achieved 56% market share and iOS 44% market share: CIRP


from Divya Bhaskar https://ift.tt/3ec9xzp

No comments:

Post a Comment