Saturday, 11 April 2020

અમેરિકાની MIT યુનિવર્સિટીએ એપલ ‘ફાઈન્ડ માય’ ફીચરથી ઈન્સ્પાયર્ડ કોરોનાવાઈરસ ટ્રેકિંગ સિસ્ટમ વિકસાવી

અમેરિકાની MIT (મશાચુશેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સિટી)એ ‘Covid-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ’ સિસ્ટમ વિકસાવી છે. આ સિસ્ટમ એપલના ‘ફાઈન્ડ માય’ ફીચરથી ઈન્સ્પાયર્ડ છે. આ સિસ્ટમ યુઝરને આસપાસના અન્ય યુઝર કોરોનાવાઈરસ ધરાવે છે કે કેમ અથવા તેઓ કોરોનાવાઈરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા છે કે નહીં તેની માહિતી આપે છે.

બ્લુટૂથનો ઉપયોગ કરી સંક્રમિત વ્યક્તિની માહિતી આપે છે

આ ઓટોમેટિક કોન્ટેક્ટ સિસ્ટમ શોર્ટ રેન્જ બ્લુટૂથ સિગ્નલ અથવા ‘chirps’નો ઉપયોગ કરી અન્ય યુઝર્સ વાઈરસનો ચેપ ધરાવે છે કે નહીં તેની માહિતી આપે છે. આ સિસ્ટમ એપલનાં એપલ ‘ફાઈન્ડ માય’ની જેમ જ કામ કરે છે. એપલની આ સિસ્ટમ યુઝરનો આઈફોન ખોવાઈ જાય તો તેને શોધવામાં મદદ કરે છે.

કોરનાવાઈરસથી પીડિત વ્યક્તિ છેલ્લાં 14 દિવસના ‘chirps’ અપલોડ કરી શકે છે. તેને અન્ય યુઝર્સ સ્કેન કરી મેચિંગ કરી શકે છે. જો આ ‘chirps’ મળતા આવે તો તેનો અર્થ એ થાય છે કે યુઝર તે સંક્રમિત વ્યકિતના સંપર્કમાં આવ્યો છે. ત્યારબાદ સિસ્ટમ યુઝરને અલર્ટ કરી અન્ય મેડિકલ સ્ટેપ્સ ફોલો કરવા સૂચનાઓ આપે છે.

ટ્રાયલ મોડલમાં સફળતા મળી

આ સિસ્ટમનું ટ્રાયલ મોડલ પર સફળ રહ્યું છે. હવે રિસર્ચર્સ સ્માર્ટફોન અને સોફ્ટવેર ડેવલપર્સ સાથે મળી તેને માટા પાયે લાગુ કરી શકાય તે માટે કાર્ય કરી રહ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
MIT University of America Develops Coronavirus Tracking System Inspired by Apple 'Find My' Feature


from Divya Bhaskar https://ift.tt/34z1NTB

No comments:

Post a Comment