કોરોનાવાઈરસને લીધે દેશભરમાં લોકડાઉન છે. તમામ લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ ડોક્ટર્સે કોરોનાવાઈરસના દર્દીની નજદીક જઈને સારવાર કરવી પડે છે. ભલે પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટનો ઉપયોગ થતો હોય તો પણ વાઈરસનાં જોખમની શંકા હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને IIT બોમ્બેએ દૂરથી હૃદયનાં ધબકારાં સાંભળી શકાય તેવું ‘સ્માર્ટ સ્ટેથોસ્કોપ’ વિકસાવ્યું છે. આ ‘સ્માર્ટ સ્ટેથોસ્કોપ’ની મદદથી ડોક્ટર્સ દર્દી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ રહે તે રીતે હૃદયનાં ધબકારા સાંભળી શકશે. તેની પેટન્ટ પણ મળી ચૂકી છે.
હૃદયનાં ધબકારાંને ટ્રાન્સમિટ કરી ઈલેક્ટ્રોનિક સિગ્નલમાં પરિવર્તિત કરે છે
‘AyuDevice’ સ્ટાર્ટઅપ અને IIT બોમ્બે દ્વારા સંયુક્ત રીતે ‘સ્માર્ટ સ્ટેથોસ્કોપ’ વિકસાવ્યું છે. ડેવલપર્સ આદર્શના જણવ્યા અનુસાર, આ ડિજિટલ ‘સ્માર્ટ સ્ટેથોસ્કોપ’માં ટ્યૂબ છે, જે 2 ઈયરપિસ ધરાવે છે. આ ટ્યૂબ દર્દીના હૃદયનાં ધબકારાંને ટ્રાન્સમિટ કરી ઈલેક્ટ્રોનિક સિગ્નલમાં પરિવર્તિત કરે છે. તે વચ્ચે આવતા નોઈઝને કેન્સલ પણ કરે છે. આ સિગ્નલને ફરી સાંભળવા માટે એમ્પ્લિફાય પણ કરી શકાય છે.
હૃદયનાં ધબકારાંથી ટ્રાન્સમિટ થઈ ઈલેક્ટ્રોનિક સિગ્નલને ફોનોકાર્ડિયોગ્રામ અથવા સ્માર્ટફોન અથવા લેપટોપમાં જોઈ શકાય છે. જ્યારે સામાન્ય સ્ટેથોસ્કોપના સિગ્નલને ન તો એમ્પ્લિફાય કરી શકાય છે ન તો તેને કોઈ ડિસ્પ્લેમાં જોઈ શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3caJl6g
No comments:
Post a Comment