અમેરિકન મલ્ટિનેશલ ટેલિકમ્યૂનિકેશમ કંપની મોટોરોલા તેના ફ્લેગશિપ સ્માર્ટફોનના લોન્ચિંગની તૈયારીમાં છે. આ લોન્ચિંગ ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા 22 એપ્રિલે થશે. કંપનીએ ટ્વીટ કરીને આ વાત કન્ફર્મ કરી છે.
It’s arriving. Join us for the Motorola Flagship Launch E-vent, April 22nd, 11AM CDT. pic.twitter.com/jH2NcdBTxG
— motorolaus (@MotorolaUS) April 13, 2020
આ ટ્વીટમાં કયો ફોન લોન્ચ કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ‘મોટોરોલા એડ્જ’ અને ‘મોટોરોલા એડ્જ પ્લસ’ સ્માર્ટફોન લોન્ચ થશે.
મોટોરોલા એડ્જ સિરીઝને કંપની MWC2020 ઈવેન્ટમાં લોન્ટ કરવાની હતી પરંતુ કોરોનાવાઈરસને લીધે ઈવેન્ટ કેન્સત થતા હવે કંપની ઓનલાઈન સ્ટ્રિમિંગ દ્વારા પોતાની ફ્લેગશિપ સિરીઝ લોન્ચ કરશે.
સ્પેસિફિકેશન
કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘મોટોરોલા એડ્જ પ્લસ’માં સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળશે. ફોનમાં 108MPનો પ્રાઈમરી રિઅર કેમેરા મળશે. મોટોરોલા એડ્જ અને મોટોરોલા એડ્જ પ્લસ બંને સ્માર્ટફોનમાં 5,000mAhની બેટરી મળી શકે છે.
ટેક ટિપ્સર ઈવાન બ્લાસે શેર કરેલી તસવીરો અનુસાર, ‘મોટોરોલા એડ્જ પ્લસ’માં 3 રિઅર કેમેરા અને ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે. બંને સ્માર્ટફોનમાં સુપર કર્વ્ડ ડિસ્પ્લે અને સિંગલ હોલ પંચ ડિસ્પ્લે મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2JZKAJy
No comments:
Post a Comment