ટેક જાયન્ટ ગૂગલે એન્ડ્રોઈડ યુઝર્સ માટે બ્રેઈલ કીબોર્ડ ટોકબેક લોન્ચ કર્યું છે. આ ફીચરને ખાસ નેત્રહિનો માટે વિકસાવવામાં આવ્યું છે. તેના માટે યુઝર્સે કોઈ વધારાની એપ ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. કંપનીએ પોતાના બ્લોગસ્પોટમાં આ માહિતી શેર કરી છે. ખાસ વાત એ છે કે આ ટોકબેક કીબોર્ડને નેત્રહિન અને લૉ વિઝન ધરાવતા લોકો સાથે મળીને વિકસાવામાં આવ્યું છે.
કીબોર્ડમાં 6 સ્ટાન્ડર્ડ બટન લેઆઉટ
આ કીબોર્ડનો ઉપયોગ અગાઉ બ્રેઈલમાં ટાઈપ કરી ચૂકેલા યુઝર્સ માટે સરળ રહેશે. તેમાં 6 સ્ટાન્ડર્ડ બટન લેઆઉટ આપવામાં આવ્યા છે. દરેક બટન 6 બ્રેઈલ ડોટ્સમાંથી એકનો પ્રતિનિધિત્વ કરે છે. તેને ટેપ કરવા પર કોઈ પણ અક્ષરનું પ્રતીક બને છે. આ વાતને એક ઉદાહરણથી સમજીએતો A ટાઈપ કરવા પર 1 ડોટ પર ટેપ કરવાનું રહેશે અને B ટાઈપ કરવા પર 1 અને 2 બંને એકસાથે ટેપ કરવાનું રહેશે. આ કીબોર્ડ એન્ડ્રોઈડ ડોક્યૂમેન્ટ્સથી લઈને જીમેઈલ સુધી તમામ ટેક્સ્ટ ફીલ્ડમાં કામ કરશે. તેમાં ટાઈપ કરેલાં વર્ડને ડિલીટ કરવાની પણ સુવિધા મળે છે.
એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન પર સપોર્ટ કરશે
બ્રેઈલ કીબોર્ડનો ઉપયોગ એન્ડ્રોઈડ 5.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન ધરાવતા ડિવાઈસ પર કરી શકાય છે. આ કીબોર્ડનો ઉપયોગ કરવા માટે સેટિંગમા જઈ ACCESSIBILITY સેક્શનમાં જઈ ટોકબેક ઓન કરવાનું રહેશે. ત્યારબાદ યુઝર આ કીબોર્ડનો ઉપયોગ કરી શકશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2XurT8V
No comments:
Post a Comment