ચાઈનીઝ ટેક કંપની ઓનર 15 એપ્રિલે ‘ઓનર 30’ સ્માર્ટફોન સિરીઝ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં કંપનીએ તેની વીબોસાઈટ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. તે મુજબ, આ સિરીઝના ફોનમાં 5G સપોર્ટ અને 4K વીડિયો સપોર્ટ અને 1920 fps (ફ્રેમ પર સેકન્ડ) સ્લો મોશન મળશે.
આ સિરીઝના ફોનમાં અલ્ટ્રા ફાસ્ટ ફોકસિંગ અને X એક્સિસ સ્ટેબિલાઈઝેશન મળશે. ઓનર 30 પ્રો સ્માર્ટફોનમાં પાવરફુલ ગ્રાફિક્સ પ્રોસેસિંગ કેપેસિટી મળશે. આ ફોનમાં કિરિન 990 પ્રોસેસર મળી શકે છે.
ઓનર 30 સિરીઝના સ્પેસિફિકેશન
- કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ‘ઓનર 30’ અને ‘ઓનર 30 પ્રો’ બંને સ્માર્ટફોનમાં 6.57 ઈંચની 1080 x 2340 રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળી શકે છે.
- ‘ઓનર 30 પ્રો’માં 50MPનો અને ‘ઓનર 30’માં 40MPનો પ્રાઈમરી કેમેરા મળી શકે છે.
- બંને ફોનમાં 3900mAhની બેટરી મળશે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32MPનો ફ્રન્ટ કેમેરા મળી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2K4pTvS
No comments:
Post a Comment