વેબથી ડિરેક્ટ મેસેજિંગ બાદ હવે સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઈન્સ્ટાગ્રામે લાઈવ બ્રોડકાસ્ટ ફીચરનો પણ ઉમેરો કર્યો છે. અર્થાત હવે ઈન્સ્ટાગ્રામના વેબ યુઝર પણ લાઈવ બ્રોડકાસ્ટ જોઈ શકશે. આ ફીચરને ગ્લોબલી લોન્ચ કરવામાં આવ્યું છે.
ઝડપી લાઈવ કમેન્ટ્સ અપ થશે
આ નવા ફીચરમાં યુઝર લાઈવ બ્રોડકાસ્ટ દરમિયાન સ્ક્રીનના બોટમમાં લાઈવ કમેન્ટ્સ જોઈ શકશે. એપ વર્ઝન કરતાં વેબ વર્ઝનમાં ઝડપી લાઈવ કમેન્ટ્સ અપ થશે.
લોકડાઉનમાં વેબનો વધારે ઉપયોગ થતો હોવાથી કંપનીએ ફીચર લોન્ચ કર્યું
કોરોનાવાઈરસને લીધે લોકડાઉનમાં આ ફીચર હોસ્ટ અને ઓડિયન્સ બંને માટે ફાયદારક સાબિત થશે. સિંગર, એક્ટર્સ સહિતના સેલેબ્સ ફેન સાથે જોડાયેલા રહેવા માટે લાઈવ બ્રોડકાસ્ટનો ઉપયોગ કરતા હોય છે. લોકડાઉનને લીધે એપ્સ કરતાં વેબનો વધુ ઉપયોગ થતો હોવાથી કંપનીએ ફીચર લોન્ચ કર્યું છે.
આ અગાઉ ઈન્સ્ટાગ્રામે વેબ વર્ઝનથી પણ DMs (ડિરેક્ટ મેસેજીસ) સેન્ડ કરી શકાય તેવું ફીચર લોન્ચ કર્યું છે.આ ફીચરની મદદથી યુઝર અન્ય યુઝર્સને વીડિયો, ઈમેજ અને ટેક્સ્ટ તેમના ડેસ્કટોપ પરથી કરી શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3cf2eoN
No comments:
Post a Comment