કોરોનાવાઈરસ અંગે જાગૃતિ ફેલાવા માટે અને સંક્રમિત કેસોને ટ્રેસ કરવા માટે દુનિયાભરમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ દિશામાં ઝડપથી કામ થાય અને સરકારોને મદદ મળી રહે તે માટે ટેક જાયન્ટ્સ ગૂગલ અને એપલે પાર્ટનરશિપ કરી છે. આ પાર્ટનરશિપ કોરોનાવાઈરસ ધરાવતા અને શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકોનાં ટ્રેકિંગ માટે કરવામાં આવી છે.
એપ્લિકેશન પ્રોગામ ઈન્ટરફેસનો ઉપયોગ થશે
- બંને કંપની મળી APIs (એપ્લિકેશન પ્રોગામ ઈન્ટરફેસિસ) અને ઓપરેટિંગ સિસ્ટમ લેવલ ટેક્નોલોજીની મદદથી ટ્રેસિંગ કરશે.
- તેના માટે 2 સ્ટેપ્સ ફોલો કરવામાં આવશે. પ્રથમ સ્ટેપમાં મે મહિનામાં બંને કંપની એન્ડ્રોઈડ અને iOSમાં APIs દ્વારા હેલ્થ અથોરિટી એપ્સમાં આંતરવ્યવસ્થા ઊભી કરશે. ત્યારબાદ બીજા સ્ટેપમાં બંને કંપની બ્લુટૂથ બેઝ્ડ કોન્ટેક્ટ ટ્રેસિંગ પ્લેટફોર્મ ડેવલપ કરશે. બ્લુટૂથથી ટ્રેકિંગની ટેક્નોલોજીમાં વધારે યુઝર્સ લાભ લઈ શકશે.
MITએ ‘Covid-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ’ વિકસાવ્યા બાદ બંને ટેક જાયન્ટ્સે પાર્ટનરશિપ કરી
- થોડા દિવસ અગાઉ અમેરિકાની MIT (મશાચુશેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ યુનિવર્સિટી)એ ‘Covid-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ’ વિકસાવી હતી. આ સિસ્ટમ એપલના ‘ફાઈન્ડ માય’ ફીચરથી ઈન્સ્પાયર્ડ છે. આ સિસ્ટમ યુઝરને આસપાસના અન્ય યુઝર કોરોનાવાઈરસ ધરાવે છે કે કેમ અથવા તેઓ કોરોનાવાઈરસના દર્દીઓના સંપર્કમાં આવ્યા છે કે નહીં તેની માહિતી આપે છે.
- આ ઓટોમેટિક કોન્ટેક્ટ સિસ્ટમ શોર્ટ રેન્જ બ્લુટૂથ સિગ્નલ અથવા ‘chirps’નો ઉપયોગ કરી અન્ય યુઝર્સ વાઈરસનો ચેપ ધરાવે છે કે નહીં તેની માહિતી આપે છે. આ સિસ્ટમ એપલનાં એપલ ‘ફાઈન્ડ માય’ની જેમ જ કામ કરે છે. એપલની આ સિસ્ટમ યુઝરનો આઈફોન ખોવાઈ જાય તો તેને શોધવામાં મદદ કરે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2RwISDu
No comments:
Post a Comment