Sunday, 12 April 2020

પાયનિયર કંપનીએ મલ્ટિપર્પઝ ટેબ્લેટ કોમ્બો લોન્ચ કર્યું, કિંમત ₹ 33,890

કારની મ્યૂઝિક સિસ્ટમ બનાવતી કંપની Pioneer (પાયનિયર) એ ડિટેચેબલ મલ્ટિપર્પઝ ટેબ્લેટ કોમ્બો લોન્ચ કર્યું છે. તેની કિંમત 33,890 રૂપિયા છે. આ કોમ્બોમાં SDA-835TAB ટેબ્લેટ અને SPH-T20BT રીસિવર સામેલ છે. આ સિસ્ટમનો ઉપયોગ કારની અંદર અને બહાર બંને રીતે કરી શકાય છે. આ ટેબ્લેટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

ટેબ્લેટ કોમ્બોનાં સ્પેસિફેકેશન

  • SDA-835TAB ટેબ્લેટમાં 1280X800 રિઝોલ્યુશન ધરાવતી 8 ઈંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે.
  • ટેબ્લેટમાં ગૂગલ મેપ્સ, યુટ્યુબ સહિતની વિવિધ પ્રિ-ઈન્સ્ટોલ્ડ એપ્સ અને કંપનીની સ્માર્ટ સિંક એપ મળશે.
  • કનેક્ટિવિટી માટે બ્લુટૂથ અને રેડિયો આપવામાં આપવામાં આવ્યો છે.
  • આ ટેબ્લેટનો ઉપયોગ રેગ્યુલર ઈન-કાર ઈન્ફોટેઈન્ટમેન્ટ સિસ્ટમ તરીકે પણ કરી શકાય છે. તેના માટે SPH-T20BT રીસિવરને બ્લુટૂથ સાથે કનેક્ટ કરવું આવશ્યક છે.
  • ટેબ્લેટમાં 4000mAhની બેટરી છે.
  • ટેબ્લેટને રિઅર વ્યૂ કેમેરાથી કનેક્ટ કરી, કાર રિવર્સ કરતા સમયે કારની પાછળનો વ્યૂ જોઈ શકાય છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Pioneer company launches a multipurpose tablet combo, priced at ₹ 33,890


from Divya Bhaskar https://ift.tt/39ZyV81

No comments:

Post a Comment