Sunday, 12 April 2020

LG એક્ટ્રેક્ટિવ ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતો ‘વેલવેટ’ સ્માર્ટફોન લોન્ચ કરશે

કોરિયન ટેક કંપની LG હવે યુનિક ડિઝાઈન અને લેટેસ્ટ ફીચર્સ ધરાવતા સ્માર્ટફોનની સિરીઝ લોન્ચ કરવાનું અનાઉસમેન્ટ કર્યું છે. આ સિરીઝના સ્માર્ટફોનમાં કંપની ફોનને યુનિક નામ આપશે. આ નવી સિરીઝના સ્માર્ટફોનમાં દરેક ફોનમાં એક્સ્ટ્રા સ્મૂધનેસ અને પ્રિમિયમ સ્માર્ટફોન આપવામાં આવશે. આ નવા કોન્સેપ્ટ સાથેની સિરીઝની શરૂઆત ‘વેલવેટ’થી થશે.

કંપની ‘LG વેલવેટ’ને એક્ટ્રેક્ટિવ લુક અને પ્રિમિયમ ટચ આપશે. આ સ્માર્ટફોનમાં ન્યૂ રેઈન ડ્રોપ કેમેરા મળશે. ‘વેલવેટ’માં બેક અને ફ્રન્ટ બંને સાઈડ સિમિટ્રેકિલ કર્વ્સ મળશે. કંપનીએ તેને ‘3D આર્ક ડિઝાઈન’ નામ આપ્યું છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ‘LG વેલવેટ’ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 700 સિરીઝનું પ્રોસેસર મળી શકે છે. ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા મળી શકે છે. જોકે ફોનનાં સ્પેસિફિકેશન અને લોન્ચિંગ વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
LG to launch 'Velvet' smartphone with attractive design and latest features


from Divya Bhaskar https://ift.tt/2VkX2Jg

No comments:

Post a Comment